Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશને સેન્ટર શરૂ કર્યું:મહિલાઓને રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ આપી આત્મનિર્ભર બનાવશે

    16 hours ago

    ભરૂચમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશને મહિલા સશક્તિકરણ માટે એક નવી પહેલ કરી છે. ભરૂચના કંથારીયા રોડ પર જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલા 'ઐમન પાર્ક' ખાતે મહિલાઓ માટે 'ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર' (વુમન એમ્પાવરમેન્ટ સેન્ટર) શરૂ કરાયું છે. ફેડરેશનના લેડીઝ વિંગના પ્રમુખ રૂબીના કાપડિયા અને ઉપપ્રમુખ શાહીન અસલમના માર્ગદર્શનથી આ સેન્ટર શરૂ થયું છે. તેનો મુખ્ય હેતુ મહિલાઓને રોજગાર માટે તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનો છે. અહીં કમ્પ્યુટર એજ્યુકેશન, સિલાઈ, મહેંદી અને બ્યુટી પાર્લર જેવા કોર્સ ચાલશે. સાથે જ બેકિંગ-કુકિંગ, હેમ્પર મેકિંગ, રેઝિન આર્ટ અને હેન્ડવર્ક જેવા વર્કશોપ પણ યોજાશે. સેન્ટરના ઉદ્ઘાટન સમયે સમાજના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. આ સેન્ટર મહિલાઓને કૌશલ્ય શીખવીને આત્મનિર્ભર બનવાની નવી તકો આપશે તેવી આશા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાની કોર્ટ બંધ થતા વર્ષે સવા કરોડનો ફાયદો:મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહિલાઓ માટે પિંક ટોયલેટ સહિત રૂ.6.50 કરોડના વિકાસકામોને મંજૂરી
    Next Article
    "Andhra Can Transform India Into Developed Nation In 10 Years": Nara Lokesh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment