Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સમીર ઉસ્માનમિયાં' નામ ધારણ કરી સુનિલે યુવતીને ફસાવી:બે વાર ગર્ભ રહી જતા જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો, વડોદરાના જમીન દલાલ સામે દુષ્કર્મની ફરિયાદ

    1 day ago

    વડોદરામાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા સુનિલ મહીડા નામના યુવકે સમીર ઉસ્માનમિયાં નામનું ખોટું આધારકાર્ડ બનાવી યુવતીને ફસાવી હોવાનો મામલો સામે આવ્યો. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું, બે વાર ગર્ભ રહી જતા જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો. હાલ પણ પીડિતાને 3 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. પીડિતાનો આક્ષેપ છે કે, આરોપીએ પોતાનો ધર્મ અને પરણિત હોવાનું છુપાવ્યું હતું. ગોત્રી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુનિલે નકલી આધારકાર્ડ બનાવી ફસાવ્યાનો પીડિતાનો આક્ષેપ દુષ્કર્મ પીડિતાએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલાં સુનિલ મહીડા મને મળ્યો હતો અને તેણે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તેણે લગ્નની વાત કરી હતી, પરંતુ હજી સુધી લગ્ન કર્યા નથી. તેણે એક નકલી મુસ્લિમ આધાર કાર્ડ બનાવ્યું અને મને જાળમાં ફસાવી. દોઢ વર્ષથી તે મારી સાથે દુષ્કર્મ કરી રહ્યો છે. મને કોઈનો સહકાર કે ટેકો નહોતો મળતો. કોઈએ મને મદદ ન કરી અને હું ખૂબ જ મુશ્કેલીથી અહીં સુધી પહોંચી છું. એડવોકેટ જુનેદભાઈએ મને સપોર્ટ કર્યો અને તેમના ટેકાથી જ હું આજે અહીં પહોંચીને તેના FIR નોંધાવી શકી છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે મને ખૂબ જ ટોર્ચર કરી છે અને ધમકાવી છે. મને અને મારા માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. તે દર વખતે મને અલગ અલગ જગ્યાઓએ લઈ જઈને બળજબરીથી દુષ્કર્મ આચરતો હતો. તેણે બે વખત મારી સાથે મારપીટ કરીને બળજબરીથી મારું ગર્ભપાત કરાવ્યું હતું અને આ ત્રીજી વખત એવું થઈ રહ્યું છે. શરૂઆતમાં મને કોઈ જગ્યાએથી ન્યાય નહોતો મળતો, અલગ અલગ પોલીસ સ્ટેશને જવું પડતું હતું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતી હતી. પોલીસ કમિશનરના આદેશ બાદ ફરિયાદ નોંધવામાં આવી પીડિતાના વકીલે જણાવ્યું કે, આરોપી સુનિલ મહીડાએ પોતાનું બોગસ આધાર કાર્ડ 'સમીર ઉસ્માન મિયાં' નામે મુસ્લિમ ઓળખ સાથે બનાવ્યું હતું અને યુવતીને ફસાવી હતી. આરોપી પોતાના વિશે એવો દાવો કરતો હતો કે તે 'રિપબ્લિકન પાર્ટી'નો અધ્યક્ષ છે અને મોટી પહોંચ ધરાવે છે, તેમજ ધમકી આપતો હતો કે જો તે તેની વાત નહીં માને તો તેને અને તેના પરિવારને જીવતો નહીં રાખે. શરૂઆતમાં પીડિત યુવતી જે.પી. રોડ, તાલુકા અને ગોત્રી પોલીસ સ્ટેશનો વચ્ચે ધક્કા ખાતી રહી અને તેની ફરિયાદ નોંધવામાં આવતી નહોતી. ત્યારબાદ વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સાહેબને આ બાબતે રજૂઆત કરવામાં આવતા તેમણે તાત્કાલિક FIR નોંધવાનો હુકમ કર્યો હતો. પોલીસ કમિશનરના આદેશથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ અને ગોત્રી પોલીસે તાત્કાલિક એક્શન લઈને આરોપીને 2 કલાકની અંદર પકડી પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કદવાલના વીરપુર આંગણવાડી કેન્દ્ર પર આંગણ ઉત્સવ:ભાજપ મહામંત્રી રમણભાઈ બારીયાએ પોષણ આહાર અને પ્રમાણપત્રનું વિતરણ કર્યું, સરકારના અભિગમને બિરદાવ્યો
    Next Article
    SGVP ગુરુકુલ પરિવારે અમદાવાદ અને 51 ગામોમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું:ગાંધી જયંતી નિમિત્તે સંતો, વિદ્યાર્થીઓ અને ભક્તો જોડાયા, મેયર-ધારાસભ્ય પણ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment