Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂક-બધિર શાળામાં બાળકોનું શોષણ, ગૃહમાતા-ગૃહપતિની ધરપકડ:બાળકોને માર મરાતો, ભૂખ્યા રાખી માલિશ કરાવાતી, દાનની વસ્તુઓ બારોબાર વેચી દેવાના પુરાવા મળ્યા

    19 hours ago

    સુરેન્દ્રનગરની માનવ સેવા સંઘ સંચાલિત મૂક-બધિર શાળામાં ગેરરીતિ અને વિદ્યાર્થીઓના શોષણનો પર્દાફાશ થયો છે. અહિં બાળકોની સારસંભાળ રાખવાની જેની જવાબદારી છે, તેવા ગૃહમાતા અને ગૃહપતિ જ બાળકો પર અત્યાચાર કરતા હતા. બાળકોને માનસીક ત્રાસ આપવો, માર મારવો, ભુખ્યા રાખવા, રાત્રે 12 કલાક સુધી માલીશ કરાવાતી હતી. પોલીસે હાલ બન્નેની ધરપકડ કરી છે. શિક્ષકો દ્વારા પુછપરછ કરાતા ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં માનવ સેવા સંઘ સંચાલિત અંધ વિદ્યાલય, વૃધ્ધાશ્રમ અને મુકબધીર શાળા આવેલી છે. જેમાં ડી.એસ.પારેખ મુક બધીર શાળામાં 15 કન્યાઓ અને 27 કુમારો અભ્યાસ કરે છે. આ મુકબધીર શાળા એ ગ્રાન્ટેડ શાળા છે. જેમાં બાળકો પાસે કામ કરાવાતુ હોવાની સહિતની ગંભીર અને ગુપ્ત રજુઆતો તંત્રને મળી હતી. જેથી વઢવાણ પ્રાંત અધિકારી એમ.જે.ભરવાડ, બીઆરસી નરેશ બદેશીયા સહિતનાઓ સંસ્થામાં દોડી ગયા હતા અને મુક બધીર શિક્ષકો દ્વારા પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું હતું. ગૃહપતિ પ્રશાંત ભટ્ટ સામે પણ ફરિયાદો મળી ગૃહમાતા સોનલબેન ચૌહાણ દ્વારા દિકરીઓને માનસીક ત્રાસ આપવો, માર મારવો, ભુખ્યા રાખવા, રાત્રે 12 કલાક સુધી માલીશ કરાવવી, ઘરકામ કરાવતા હતા. જયારે ગૃહપતિ પ્રશાંત ભટ્ટ સામે પણ ફરિયાદો મળી હતી. જેમાં દારૂનું સેવન કરવું, દિકરાઓ પાસે કામ કરાવવુ જેવી બાબતો સામે આવી હતી. દાનમાં મળતી વસ્તુઓ બારોબાર વેચી દેવામાં આવતી મુક બધીર બાળકો માટે અનેક દાતાઓ કરીયાણુ સહિતની ચીજવસ્તુઓ દાન કરે છે. આ વસ્તુઓ બારોબાર વેચી દેવામાં આવતી હોવાના પણ પ્રાથમીક પુરાવા મળ્યા હતા. આ બનાવમાં મોડી રાત્રે જિલ્લા સુમાજ સુરક્ષા અધીકારી મહીપાલસિંહ ડાભીએ ફરિયાદી બની સોનલબેન ચૌહાણ તેમજ પ્રશાંત ભટ્ટ સામે એ ડીવીઝન પોલીસ મથકે પોક્સોની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેથી એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડા સહિતની ટીમે બન્નેની ધરપકડ કરી છે. નાયબ કલેક્ટરએ શાળાની મુલાકાત લીધી સુરેન્દ્રનગરની ડી.એસ.પારેખ મુકબધીર સ્કુલમા વઢવાણ નાયબ કલેક્ટર એમ.જે.ભરવાડે મુલાકાત કરી બાળકો સાથે થતાં અત્યાચારને ઉજાગર કર્યો હતો. બાળકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ન સર્જાય તે માટે નાયબ કલેકટરે સતત બીજા દિવસે પણ શાળાની મુલાકાત કરી હતી અને મુકબધીર બાળકો સાથે સમય વીતાવી તેમની સાથે આઈસ્ક્રીમ ખાઈ હળવાશભર્યું વાતાવરણ ઉભુ કર્યું હતું. જ્યારે બાળકોની દૈનીક પ્રવૃતીઓ, અભ્યાસ, ભોજન, સ્વચ્છતા, આરોગ્ય, સુરક્ષા, રહેવાની વ્યવસ્થાની માહીતી મેળવી હતી. શિક્ષકોની મદદથી સાંકેતીક ભાષામાં બાળકોને કોઈપણ બાબતથી ડરવાની જરૂર ન હોવાનું સમજાવ્યું હતું. આરોપી પ્રશાંત ભટ્ટ સામે અગાઉ પણ પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હતો શાળાના છાત્રાલયનો ગૃહપતિ પ્રશાત ભટ્ટ દારૂ પીવાની ટેવ વાળો છે. બાળકોએ પણ નાયબ કલેક્ટરને સાંકેતીક ભાષામાં પ્રશાંત દારૂ પીને કામ કરાવતો હોવાનું તથા ચપ્પલથી મારતો હોવાનું જણાવ્યું હતું. એ ડીવીઝન પોલીસે આરોપી પ્રશાતની ધરપકડ બાદ તેની કરમકુંડળી ચેક કરતા તેની સામે એ ડીવીઝન પોલીસ મથકે અગાઉ પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. ચેરીટી કમીશ્નરની કચેરી પણ તપાસ હાથ ધરશે આ શાળા અને છાત્રાલય ટ્રસ્ટ સંચાલીત સંસ્થા છે. જેની નોધણી ચેરીટી કમીશ્નરની કચેરી, સુરેન્દ્રનગર ખાતે થયેલ છે. સમગ્ર બનાવ સામે આવતા ટ્રસ્ટ સામે પણ ચેરીટી કમીશ્નરની કચેરી તપાસ કરશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સખી મંડળોના પ્રાદેશિક મેળાનો પ્રારંભ:રાજ્યના 33 જિલ્લાની બહેનોના 55 સ્ટોલ, 10 દિવસ સુધી હસ્તકલાનું વેચાણ થશે
    Next Article
    212ના રનચેઝમાં પાકિસ્તાનીઓનું સુરસુરિયું:ત્રણ બેટર્સને પેવેલિયન ભેગા કરી દીધા, અક્ષર પટેલે બીજી સફળતા મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment