Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાદ્ધ વિધિની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ?:ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જણાવી મહર્ષિ નિમિની કથા, જાણો મહાભારતનો આ રોચક પ્રસંગ

    1 day ago

    હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે. પિતૃ પક્ષ 10 ઑક્ટોબર સુધી રહેશે. આ દિવસોમાં પિતૃઓને યાદ કરવા અને તેમના માટે પિંડદાન, તર્પણ તથા શ્રાદ્ધકર્મ કરવાની પરંપરા છે. પિતૃ પક્ષમાં કરવામાં આવતા ધર્મકર્મ અને નિયમો વિશે અનેક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાભારતમાં પણ શ્રાદ્ધકર્મ સાથે જોડાયેલી ઘણી વાતો જણાવવામાં આવી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર વચ્ચે થયેલા સંવાદમાં શ્રાદ્ધ સાથે જોડાયેલા નિયમો, પરંપરાઓ અને કથાઓ જણાવવામાં આવી છે. મહાભારતના અનુશાસન પર્વના અધ્યાય 91માં યુધિષ્ઠિર ભીષ્મને પૂછે છે કે પિતામહ, શ્રાદ્ધ ક્યારથી પ્રચલિત થયું? સૌપ્રથમ કયા મહર્ષિએ તેનો સંકલ્પ કર્યો હતો? ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહ્યું કે શ્રાદ્ધની કથા મહર્ષિ નિમિ સાથે જોડાયેલી છે. આ કથા અનુસાર બ્રહ્માજીમાંથી અત્રિ મુનિની ઉત્પત્તિ થઈ. અત્રિ મુનિને ત્યાં ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો અને તેમના વંશમાં આગળ જઈને નિમિ ઋષિ થયા. નિમિ ઋષિના પુત્રનું નામ શ્રીમાન હતું. નાની ઉંમરે જ શ્રીમાનનું મૃત્યુ થયું. પુત્રના મૃત્યુથી નિમિ ઋષિ ખૂબ દુઃખી થયા. આ દુઃખમાં તેમણે એક અમાવસ્યાની તિથિએ પોતાના પુત્ર માટે શ્રાદ્ધકર્મ કર્યું. તેમણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને પુત્ર માટે પિંડદાન કર્યું. ધાર્મિક પરંપરામાં આ ઘટનાને જ શ્રાદ્ધકર્મની શરૂઆત તરીકે વર્ણવવામાં આવે છે. ત્યારબાદ પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાની પરંપરા આગળ વધી. મહાભારતમાં પિતૃઓ સાથે જોડાયેલી માન્યતાઓનું પણ વર્ણન છે. તેમાં બ્રહ્મા, પુલસ્ત્ય, વશિષ્ઠ, અંગિરસ અને મહર્ષિ કશ્યપ વગેરેને પ્રમુખ પિતૃ દેવતાઓ તરીકે માનવામાં આવે છે. પિતૃ પક્ષમાં લોકો પોતાના ઘર-પરિવારના દિવંગત સભ્યોને યાદ કરે છે અને તેમની આત્માની શાંતિ માટે ધાર્મિક કાર્યો કરે છે. શ્રાદ્ધ પોતાના પ્રિયજનોને યાદ કરવાનો અને તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનો અવસર છે. માન્યતા છે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે. આવા કાર્યો વ્યક્તિને પોતાના પૂર્વજો સાથે જોડાવા અને તેમને યાદ કરવાનો અવસર આપે છે. હવે જાણો પિતૃ પક્ષમાં ધૂપ-ધ્યાન માટે જરૂરી વસ્તુઓ કઈ-કઈ છે અને ધૂપ-ધ્યાનની સરળ રીત… જો આ બધી વસ્તુઓ ઉપલબ્ધ ન હોય, તો પાણી, તલ, છાણાના અંગારા અને ગોળ-ઘીથી પણ શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું સ્મરણ કરીને ધૂપ-ધ્યાન કરી શકાય છે. તમે ઇચ્છો તો ખીર-પૂરી પણ બનાવી શકો છો. ખીર-પૂરીથી પણ ધૂપ આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    નકલી કૉસ્મેટિક્સ તમારી સુંદરતાને ઝાંખી પાડી દેશે:ટૉક્સિક કેમિકલ્સવાળા ડુપ્લિકેટ પ્રોડક્ટ્સને આ 10 રીતે ઓળખો, જાણો રિએક્શન થાય તો શું કરવું
    Next Article
    આંધ્ર પ્રદેશમાં ફાર્મા કંપનીમાં બોયલર બ્લાસ્ટ:5નાં મોત, 10 ગંભીર રીતે ઘાયલ; વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment