Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીજીની જયંતિ નિમિત્તે સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ યોજાયો:આણંદ કલેક્ટર કચેરીમાં વર્ષો જૂના ટેબલ અને ખુરશીઓ બદલી નવા મુકવા આદેશ

    10 hours ago

    મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે સેવા સંકલ્પના ભાગરૂપે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આણંદ કલેક્ટર કચેરી પરિસરમાં કલેક્ટરે જાતે સોલાર પેનલ વિસ્તાર સહિતના કમ્પાઉન્ડમાં પાવડો ઉચકીને સાફ-સફાઈ શરૂ કરી હતી. તમામ કર્મચારીઓ પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં. કચેરીના વોટર કુલરોમાંથી પાણીના 7 જેટલા નમૂના પણ લેવાયા હતાં. પ્રાપ્ત વિગત મુજબ આણંદ કલેક્ટર કચેરીએ સફાઈ ઝુંબેશ દરમિયાન કલેક્ટરે કચેરીની વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે વર્ષો જૂના ટેબલ અને ખુરશીઓ બદલીને તેના સ્થાને તાત્કાલિક નવા મુકવા માટે સંબંધિત અધિકારીઓને આદેશ કર્યો હતો. વર્ષો બાદ કલેક્ટર કચેરીમાં સાફ-સફાઈ થતી જોઈને કચેરીમાં આવેલા અરજદારોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે કલેક્ટર કચેરી સ્થિત ઈ-ધરા કેન્દ્ર તેમજ આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીની દીવાલો પર ઠેર-ઠેર પાન-મસાલાની પિચકારીઓ જોવા મળી હતી. આ ગંદકી દૂર કરવા માટે સરકારી કર્મચારીઓએ પોતાની ઓફિસને મંદિર સમજીને પાણીનો મારો ચલાવી દીવાલો ધોઈ હતી અને કચેરીને ચકાચક કરી દીધી હતી. બીજી તરફ કચેરીમાં અરજદારોની સુવિધા માટે લાખોના ખર્ચે મુકવામાં આવેલા ઠંડા પાણીના કુલરનું પાણી ખરેખર પીવા લાયક છે કે નહીં તેની તકેદારી રાખવામાં આવી છે. કચેરીના વોટર કુલરોમાંથી પાણીના 7 જેટલા નમૂના લેવાયા છે અને તેને પૃથ્થકરણ અર્થે સરકાર માન્ય લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે,
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં હોમગાર્ડ જવાનોને 108 સેવા અને CPRની તાલીમ:જિલ્લા યુનિટ કચેરી ખાતે ઇમર્જન્સી સમયે મદદ માટે ડેમોસ્ટ્રેશન પણ કરાયું
    Next Article
    Why This Video Game Is More Expensive Than the Burj Khalifa

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment