Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં હોમગાર્ડ જવાનોને 108 સેવા અને CPRની તાલીમ:જિલ્લા યુનિટ કચેરી ખાતે ઇમર્જન્સી સમયે મદદ માટે ડેમોસ્ટ્રેશન પણ કરાયું

    7 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે 3 ઓક્ટોબર, 2026ના રોજ હોમગાર્ડ જવાનોને 108 ઇમર્જન્સી સેવા અને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન)ની તાલીમ અપાઈ. આયોજન સુરેન્દ્રનગર 108 ઇમર્જન્સી સેવા દ્વારા કરાયું હતું. 108 એમ્બ્યુલન્સના EMT ત્રીપાલસિંહ રાઠોડ અને પાઇલટ કનુભાઈ વડગામાએ જવાનોને 108 સેવાની કામગીરી, ઇમર્જન્સીમાં મદદ મેળવવાની પ્રક્રિયા અને CPR વિશે સમજાવ્યું. વિવિધ ઇમર્જન્સીમાં પ્રાથમિક કામગીરી કેવી રીતે કરવી તેનું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન પણ અપાયું. તાલીમનો મુખ્ય હેતુ હોમગાર્ડ જવાનોને ઇમર્જન્સી માટે વધુ સજ્જ કરવાનો અને જરૂરિયાતમંદોને તાત્કાલિક મદદ મળી રહે તે હતો. CPR જેવી જીવનરક્ષક પ્રક્રિયાની તાલીમથી જવાનોને કટોકટીમાં યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માર્ગદર્શન મળ્યું. આ કાર્યક્રમ જિલ્લા કમાન્ડર યોગેશભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ યોજાયો. ઓફિસર કમાન્ડિંગ કિશોરસિંહજી પરમાર, NCO, હોમગાર્ડ જવાનો અને કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    IIT બોમ્બે ટોપર્સની પ્રથમ પસંદગી:ટોપ-500માંથી 183 વિદ્યાર્થીઓએ એડમિશન લીધુ, કમ્પ્યુટર સાયન્સ સૌથી પસંદગીનો કોર્સ; એરોસ્પેસ કોઈએ લીધુ નહીં
    Next Article
    ગાંધીજીની જયંતિ નિમિત્તે સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ યોજાયો:આણંદ કલેક્ટર કચેરીમાં વર્ષો જૂના ટેબલ અને ખુરશીઓ બદલી નવા મુકવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment