Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા ન્યૂસંસ પોઇન્ટ ઉપર સીસીટીવી મૂકી અભિયાન ચલાવશે:શહેરમાં ગંદકી કરનારાઓનાં વ્યક્તિગત નામ ડિસ્પ્લે પર પ્રસિદ્ધ કરી ખુલ્લા પડાશે

    17 hours ago

    શહેરમાંથી કચરાના ન્યુસન્સ પોઈન્ટ નાબૂદ કરવાના સતત પ્રયાસો છતાં અમુક બેદરકાર નાગરિકો દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવવાનું ચાલુ રખાતાં મહાનગરપાલિકાએ આકરી કાર્યવાહીની તૈયારી કરી છે. મ્યુનિ. કમિશનરે જણાવ્યું છે કે, હવે શહેરના મુખ્ય ન્યુસન્સ પોઈન્ટ, રહેણાક સોસાયટીઓ અને જાહેર માર્ગો પર લોકોની સંમતિથી સીસીટીવી (CCTV) કેમેરા ગોઠવવામાં આવશે. અને ગંદકી કરનારાના નામ ડિસ્પ્લે ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. મનપા દ્વારા પ્રથમ તબક્કે પ્રાયોગિક ધોરણે 10 સંવેદનશીલ સ્થળો પસંદ કરાયા છે. જો કોઈ નાગરિક પોતાના ઘર કે સોસાયટી પાસે કેમેરા મુકાવવા માંગણી કરશે તો તંત્ર સ્વખર્ચે સીસીટીવી લગાવી આપશે. કેમેરામાં કેદ થતા ગંદકી આવશે. એટલું જ નહીં, આવા વ્યક્તિઓના ફોટા ન્યુસન્સ પોઈન્ટ પર ચોંટાડાશે તેમજ તેમના નામ અને વાહન નંબર ડિસ્પ્લે પર પ્રદર્શિત કરાશે. પાણી વિતરણમાં વાલ્વમેન ઉપર વોચ રહેશે શહેરમાં કેટલાક કિસ્સાઓમાં એપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરાયેલા સમય કરતાં વધુ સમય સુધી પાણી લેવામાં આવતું હવાની ફરિયાદો સામે આવી છે.તે માટે પાણીના વાલ્વ ખોલતા વાલ્વમેનની ટૂંક સમયમાં બેઠક બોલાવવામાં આવશે. અને વાલ્વમેનને પાણી વિતરણ માટે નક્કી કરાયેલા સમયનું પાલન કરવાની સૂચના આપી ફરિયાદો હોય તે વિસ્તારમાં વોલ્વમેન ઉપર વોચ ગોઠવી ખોટું થયાનું ધ્યાનમાં આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ જે તે વિસ્તારના જવાબદાર ઉચ્ચ અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કચરાના પ્રોસેસિંગ પાછળ વધુ 52 કરોડનું આંધણ:નાકરાવાડી ખાતે રાજકોટ મનપા નવો પ્લાન્ટ બનાવશે
    Next Article
    સિટી એન્કર:રાજકોટમાં ‘નો પ્રોફિટ, નો લોસ’ના ધોરણે સદભાવના લેબનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment