Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિધવા અને જરૂરિયાતમંદ મહિલાઓને તાલીમ:સુરેન્દ્રનગરના નિર્ધાર ટ્રસ્ટે સીવણ, બ્યુટી પાર્લર, કમ્પ્યુટર તાલીમ આપી, પ્રમાણપત્ર અપાયા

    2 days ago

    સુરેન્દ્રનગરના નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા વિધવા અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે ચલાવાતા સીવણ, બ્યુટી પાર્લર અને કમ્પ્યુટર તાલીમ કેન્દ્રોની 14મી બેચ પૂરી થઈ. સંસ્થા પરિસરમાં ડો. બળવંત વ્યાસના અધ્યક્ષસ્થાને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો. લેખક અને કવિ જગદીશ રથવીએ દીપ પ્રાગટ્ય કર્યું. ડો. અલ્પેશ ગોહિલ, કમલેશભાઈ દેસાઈ, કૃણાલભાઈ બજાજી અને મુકેશભાઈ બદ્રેશિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા. તાલીમાર્થી મહિલાઓને પ્રમાણપત્ર અપાયા. ત્રણેય યુનિટમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર બહેનોને શૈક્ષણિક કીટ અપાઈ. મહાનુભાવોએ નિર્ધાર સંસ્થાની સ્કિલ ડેવલપમેન્ટ પ્રવૃત્તિની પ્રશંસા કરી. આ ઉપરાંત, 11 પ્રસુતા મહિલાઓને શુદ્ધ ઘીના કાટલા બોક્સનું વિતરણ કરાયું. સંસ્થાપક રાજેશ રાવલે કાર્યક્રમનું સંચાલન કર્યું.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝમાં જહાજ પર મિસાઇલ હુમલો:ઓઇલ ટેન્કર પર હુમલા વચ્ચે 5 ભારતીયોનો આબાદ બચાવ; 8 મહિના પહેલાં 11 ભારતીય નાવિકોના મોત બાદ મોટી હોનારત ટળી
    Next Article
    બાકી નાણાની ચુકવણી નહીં થાય ત્યાં સુધી લડત ચલાવવાની ચીમકી:6 મહિનાથી બાકી FRPના નાણાં વ્યારા સુગર સત્વરે ચુકવે એવી માંગણી સાથે ધરણાં કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment