Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાકી નાણાની ચુકવણી નહીં થાય ત્યાં સુધી લડત ચલાવવાની ચીમકી:6 મહિનાથી બાકી FRPના નાણાં વ્યારા સુગર સત્વરે ચુકવે એવી માંગણી સાથે ધરણાં કરાયા

    2 days ago

    વ્યારા સુગર ફેક્ટરીમાં 2025-26ની સિઝનમાં શેરડી પુરવઠો કરનારા ખેડૂતોના બાકી FRP નાણાંની ચુકવણી મુદ્દે ખેડૂતોને તેમના હકના નાણાં અપાવવા માટે તાપી જિલ્લા સેવાસદન ખાતે શુક્રવારે સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી આગેવાનો અને ખેડૂતો ધરણા પર બેઠા હતા અને જ્યાં સુધી બાકી નાણાંની ચુકવણી નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. ભારત સરકાર દ્વારા 2025-26ની સિઝન માટે 10.25% રિકવરીના ધોરણે શેરડીનો FRP રૂ.355 પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ.3550 પ્રતિ ટન નક્કી કરાયો છે. 10.25%થી વધુ રિકવરી માટે દર 0.1% દીઠ રૂ.3.46 પ્રતિ ક્વિન્ટલ પ્રીમિયમની પણ જોગવાઈ છે. ખેડૂતોના આ નાણાં સમયસર ચૂકવવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરી આગેવાનોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ સિઝન પૂર્ણ થયાને 6 માસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બાકી ચુકવણી ન મળતા ખેતીના ખર્ચ, ઘરખર્ચ અને અન્ય જરૂરિયાતો માટે આર્થિક મુશ્કેલી વધી છે. ધરણામાં આગેવાન ધવલભાઈ ચૌધરીએ ખેડૂતોના હિત અને ન્યાય માટે છેક સુધી લડવાની વાત કરી હતી. ખેડૂતોની માંગ છે કે બાકી FRP સાથે લાગુ પડતું વ્યાજ પણ ચૂકવવામાં આવે અને તંત્ર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરી ચુકવણી કરાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    વિધવા અને જરૂરિયાતમંદ મહિલાઓને તાલીમ:સુરેન્દ્રનગરના નિર્ધાર ટ્રસ્ટે સીવણ, બ્યુટી પાર્લર, કમ્પ્યુટર તાલીમ આપી, પ્રમાણપત્ર અપાયા
    Next Article
    યુનિવર્સિટીએ સિલેબસની જેમ કાર્યક્રમ બદલવો પડશે:પોડકાસ્ટ, રીલ્સ, શોર્ટ ફિલ્મ, AI આર્ટ, સ્ટેન્ડ અપ કોમેડી ઉમેરાય તો યુવક મહોત્સવ હાઉસફુલ થાય!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment