Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસુની પુત્રવધુને ધમકી:રાત્રિના સળગાવી દઈ રાખ તારા બાપના ઘરે નાંખી આવીશ

    21 hours ago

    ખેડાના માતર સ્થિત સંધાણા ગામે પરણાવેલી મૂળ મોગરીની યુવતીને લગ્નના થોડા જ મહિનામાં તેના પતિ સહિતના સાસરીયાઓનો માઠો અનુભવ થયો હતો. ઘરના કામકાજથી લઈને દહેજમાં રૂપિયા 10 લાખની માંગણી કરી 32 વર્ષીય યુવતી પર સાસરીયાઓએ ત્રાસ ગુજાર્યો હતો. જેથી તે તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી. આ અંગે તેણે આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના 9 સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આણંદ મહિલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મોગરી સ્થિત શિવ કેવલ રેસીડેન્સી ખાતે રહેતી 32 વર્ષીય કામિનીના લગ્ન 2024ના ડિસેમ્બરમાં હરીશ ભાનુ રોહિત (રહે. સંધાણા, માતર) નામના યુવક સાથે જ્ઞાતિના રીતિરિવાજ મુજબ થયા હતા. શરૂમાં તેમનું લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતું. પરંતુ થોડા સમય બાદ સાસુ સહિતના સાસરીયાઓ દ્વારા ઘરના કામકાજ બાબતે ઠપકો આપવાનું શરૂ કર્યું હતું. લગ્નજીવન બગડે નહીં તે હેતુસર તેણી કંઈ કહેતી નથી. પરંતુ અવાર-નવાર તેના સાસરીયાઓ દ્વારા તેના વાંક કાઢવામાં આવતો હતો. તેના પતિએ પણ તેની પાસે બાપના ઘરેથી રૂપિયા 10 લાખ લઈ આવવાની માંગણી કરી હતી. ત્રાસ વધતા તે તેના ઘરે આવી ગઈ હતી. જોકે, પરિવારજનો-સામાજિક રીતે સમાધાન થયા બાદ તે પુન: સાસરીમાં આવી હતી. સાસરીયાઓ દ્વારા થોડો સમય તેમને સારૂં રાખ્યું હતું, પરંતુ ફરી પાછું તેઓ દ્વારા ત્રાસ ગુજાર્યો હતો. તેણીના સાસુ દ્વારા તેના પતિને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું હતું કે, આને ઘરમાં રાખવાની નથી, તેને ઘરમાંથી બહાર કાઢી મુક. અને જો ન જાય તો રાત્રિના સળગાવીને તેની રાખ તેના બાપના ઘરે નાંખી આવજે, એનો બાપ શું કરી લેવાનો છે એને તો હુ જોઈ લઈશ તેમ કહી ધમકી ઉચ્ચારી હતી. આખરે, તેણીએ આ મામલે પતિ હરીશ ભાનુ રોહિત ઉપરાંત સાસુ રમીલા, સુનિતા, તૃપ્તિ, હર્ષદ ભાનુ, ગલા કલ્યાણ, ઉષા ગલા, કિરણ ગલા અને નયના કિરણ રોહિત વિરૂદ્ધ ઘરેલું હિંસાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પત્નીને ગાયનેક પ્રોબ્લેમ છતાં પતિએ બેફામ બુલેટ હંકાર્યું‎ વર્ષ 2025માં પરિણીતા કામિનીને ગાયનેક પ્રોબ્લેમ થયો હતો. જેને પગલે તેણે પતિને વાત કરતાં પતિ તેને બુલેટ પાછળ બેસાડીને તેને આણંદ ખાતેની હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. જોકે, તેણીને ગાયનેક પ્રોબ્લેમ હોવા છતાં પણ પતિ હરિશ દ્વારા બુલેટ રસ્તામાં આવતા ખાડા-ટેકરા પરથી પણ ખૂબ જ ઝડપથી હંકારવામાં આવતું હતું. પતિને ધીમે ચલાવવા કહેતા તે તેણી પર ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેમ બોલી ઝઘડો કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સ્નેપચેટ પર સગીરાને 17 વર્ષના કિશોર સાથે પ્રેમ થયો:16 વર્ષની દીકરીએ અભ્યાસ છોડી લગ્નની જીદ પકડતાં માતાએ ‘અભયમ’ની મદદ માગી
    Next Article
    Food Inspections Surge 46%, But Safety Fears Persist Ahead Of Festivals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment