Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્નેપચેટ પર સગીરાને 17 વર્ષના કિશોર સાથે પ્રેમ થયો:16 વર્ષની દીકરીએ અભ્યાસ છોડી લગ્નની જીદ પકડતાં માતાએ ‘અભયમ’ની મદદ માગી

    1 day ago

    વડોદરામાં મોબાઈલમાં સ્નેપચેટ પર 17 વર્ષના કિશોર સાથેની 6 મહિનાની મિત્રતા બાદ 16 વર્ષની દીકરીએ અભ્યાસથી મોં ફેરવી ‘મારે તો એ જ છોકરા સાથે લગ્ન કરવા છે’ એવી જીદ પકડી લેતા મકરપુરા વિસ્તારમાં એક માતાએ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. ઘટનાસ્થળે પહોંચેલી અભયમ ટીમે બંનેનું કાઉન્સિલિંગ કરી કાયદાકીય સમજ આપતા આખરે બંનેએ પોતાની ભૂલ સ્વીકારી હતી. દીકરી સતત ફોનમાં વ્યસ્ત રહેતી વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી માતાએ અભયમ હેલ્પલાઇન પર ફોન કરી જણાવ્યું હતું કે, તેમની 16 વર્ષની દીકરી ઘરમાં કોઈની વાત માનતી નથી. અભ્યાસમાં ધ્યાન આપતી નથી અને મોટાભાગનો સમય મોબાઈલમાં વ્યસ્ત રહે છે. દીકરીના મોબાઈલમાં તપાસ કરતાં સ્નેપચેટ પર એક કિશોર સાથે નિયમિત ચેટિંગ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે મિત્રતા હોવાનું સામે આવ્યું હતું. કિશોરે પણ સગીરાને લઈ જવાની વાત કરી અભયમ ટીમે દીકરીનું કાઉન્સિલિંગ કરતાં તેણે કિશોર સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અગાઉ ધોરણ-10માં સારા માર્ક્સ મેળવનાર દીકરીનું અભ્યાસમાં પણ ધ્યાન ઘટી ગયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ટીમે કિશોરનું પણ કાઉન્સિલિંગ કરતાં તેની ઉંમર 17 વર્ષ અને તે ITIનો અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. કિશોરે પણ બંને વચ્ચે મિત્રતા હોવાનું સ્વીકારી ‘મારે તો છોકરીને લઇ જવી છે અને લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ’ તેવી વાત કરી હતી. કાઉન્સિલિંગ બાદ બંનેએ પોતાની ભૂલ સ્વીકારી અભયમ ટીમે બંનેને બાળલગ્ન સહિતના કાયદાકીય પરિણામો અંગે સમજ આપી હતી. સોશિયલ મીડિયા મારફતે કોઈના સંપર્કમાં આવ્યા બાદ આંધળો વિશ્વાસ ન રાખવા તથા હાલ અભ્યાસ અને ભવિષ્ય પર ધ્યાન આપવા સમજાવ્યું હતું. કાઉન્સિલિંગ બાદ બંનેએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પરિવારજનોએ પણ આગળ કોઈ કાર્યવાહી ન કરવા જણાવતાં મામલો સમાધાનથી થાળે પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'ફ્લાઇટને ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી':'ફ્રી પેલેસ્ટાઇન'ની પત્રિકાઓ અને મનમાં ઝેર, જાણો કટ્ટરપંથી કો-પાઇલટ અલ હમામીના ખતરનાક આતંકી કાવતરાનો ખુલાસો!
    Next Article
    સાસુની પુત્રવધુને ધમકી:રાત્રિના સળગાવી દઈ રાખ તારા બાપના ઘરે નાંખી આવીશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment