Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ સી.આર.પાટીલે ટ્રેનને ઝંડી આપી:કોરોના કાળમાં બંધ થયેલી મેમુ ટ્રેનને લીલી ઝંડી, પણ સમયપત્રકને લઈ મુસાફરો મૂંઝવણમાં મુકાયા

    22 hours ago

    દક્ષિણ ગુજરાતના સુરતથી વાપી-ઉમરગામ ઔદ્યોગિક કોરિડોર પર મુસાફરી કરતા નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે રેલવેની નવી સુવિધાઓના નામે માત્ર છેતરામણી થઈ રહી હોવાનો આક્રોશ વ્યાપ્યો છે. કોરોના કાળ અગાઉ નિયમિત દોડતી 69149 મેમુ ટ્રેન કોવિડ સમયે બંધ કરાઈ હતી. 2 ઓક્ટોબરના રોજ ભાજપના મોવડી મંડળ અને સાંસદના હસ્તે આ ટ્રેનને નવી મેમુ તરીકે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વાસ્તવમાં નવી રેકના ઉદ્ઘાટન બાદ 3 ઓક્ટોબરથી જૂની બોરીવલી-વલસાડ રેક સાથે જ ટ્રેન દોડાવવાનું આયોજન છે. મુસાફરોનો આક્ષેપ છે કે જૂની ટ્રેનને માત્ર નવો નંબર આપી સંતોષ મનાવવામાં આવી રહ્યો છે. વળી, તેનો સમય એટલો અવ્યવહારુ છે કે દૈનિક અપ-ડાઉન કરતા મુસાફરોને કોઈ રાહત મળતી નથી. વલસાડ અને નવસારી જિલ્લાના મુસાફરો આ સમયપત્રકનો ઉગ્ર વિરોધ કરી જૂના સમય મુજબ ટ્રેન દોડાવવા માગ કરી રહ્યાં છે. આ સમય પ્રમાણે મેમુ દોડાવાય તેવી માગ સુરતથી ઐતિહાસિક ફ્લાઇંગ રાણીમાં ભારે ભીડ રહેતી હોવાથી સુરતથી સવારે 6 વાગ્યે, સાંજે ઉમરગામથી 6:30 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે (જ્યાં 7 થી 11 વાગ્યાના સમય વચ્ચે કોઈ ટ્રેન નથી) નવી ટ્રેન શરૂ કરવાની પ્રબળ જરૂર છે, પરંતુ રેલવે તંત્ર વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ નીવડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓની સૂઝબૂઝથી મોટો અકસ્માત ટળ્યો, વીડિયો વાયરલ‎:નવસારીમાં નશામાં ધૂત કારચાલકે મોપેડ સવાર મહિલાઓને ટક્કર મારી
    Next Article
    પેરાગામમાં ખંડણીખોરનો આતંક:ચિઠ્ઠીઓ ફેંકી ખેડૂત પાસે રૂપિયા 10 લાખ માંગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment