Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગરીબ દર્દીઓ સાજા થઈને ઘરે જવા જોઈએ...':રાજકોટ સિવિલમાં મંત્રીની સરપ્રાઈઝ વિઝીટ, અસ્વચ્છતા જોઈ સત્તાધીશોને ખખડાવ્યા; પાન-માવા ખાનારાઓ પાસેથી દંડ વસૂલવા સૂચના

    6 hours ago

    ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. હોસ્પિટલની બેદરકારીઓ અને તાજેતરમાં બનેલી ડેડબોડી બદલાઈ જવાની દુઃખદ ઘટનાને પગલે તેમણે સત્તાધીશોનો આકરો કલાસ લીધો હતો. આ સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન તૂટેલી ખુરશીઓ, ખરાબ ચાદરો અને અસ્વચ્છતા અંગે કડક ટકોર કરી કામગીરી સુધારવા નિર્દેશ આપ્યા હતા. મૃતદેહની ઓળખ માટે કોડ સિસ્ટમ અને નવી મોર્ચ્યુઅરી શરૂ કરવા તાકીદ તાજેતરમાં જ સિવિલમાંથી મૃતદેહ બદલાઈ જવાની બનેલી દુ:ખદ ઘટના અંગે ભારે રોષ વ્યક્ત કરતા મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, મૃતદેહ સોંપવાની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક બનવી જોઈએ. આ માટે નંબર, કોડ સિસ્ટમ અને યોગ્ય સ્ક્રીનિંગ સાથે વૈજ્ઞાનિક એસઓપી (SOP) તૈયાર કરી આવતીકાલથી જ તેનો ચુસ્ત અમલ કરવા આદેશ આપ્યા હતા. ઉપરાંત મૃતદેહો સાચવવા માટે રૂ. 3.5 કરોડના ખર્ચે નવી મોર્ચ્યુઅરી અને ફ્રીઝર પ્લાન્ટ આગામી 15 થી 30 દિવસમાં કાર્યરત કરી દેવાની સૂચના આપવામાં આવી છે. તૂટેલી ખુરશીઓ અને ગંદી ચાદરો જોઈ ભારે નારાજગી વ્યક્ત કરી ઓચિંતી મુલાકાતે પહોંચેલા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઇમરજન્સી વિભાગમાં તૂટેલી ખુરશીઓ જોઈને જવાબદારો સામે કડક શબ્દોમાં ટકોર કરી હતી. આ ઉપરાંત વોર્ડમાં બેડ પર રાખવામાં આવેલી ચાદરોની ગંદી સ્થિતિ અને ટોયલેટમાં અસ્વચ્છતા જોઈને તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે હાઉસકિપિંગ સ્ટાફને કામગીરી સુધારવા કડક આદેશ આપ્યા હતા અને હોસ્પિટલમાં દવાની અછત નિવારવા તથા એમ.આર.આઈ. (MRI) ની કામગીરી અત્યંત ઝડપી બનાવવા સ્પષ્ટ તાકીદ કરી હતી. પાન-માવા ખાઈ ગંદકી કરનાર સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી થશે હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ અંગે સંવેદનશીલતા દાખવતા મંત્રીએ જણાવ્યું કે, ગરીબ દર્દીઓ હોસ્પિટમાંથી સંપૂર્ણ સાજા થઈને પોતાના ઘરે પાછા ફરે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સિવિલ કેમ્પસમાં પાન-માવા ખાઈને પિચકારી મારનાર કે ગંદકી કરનાર કોઈપણ સામાન્ય વ્યક્તિ અથવા હોસ્પિટલના કર્મચારી સામે સિક્યોરિટી સ્ટાફ દ્વારા સ્થળ પર જ આકરી દંડાત્મક કાર્યવાહી કરવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો. વિવિધ વિભાગોની મુલાકાત લીધી, સારી કામગીરીની પ્રશંસા પણ કરી મંત્રીએ ટ્રોમા કેર સેન્ટર, ઓર્થોપેડિક, મેડિસિન, જનરલ સર્જરી, ટી.બી. અને અદ્યતન એમ.આર.આઈ. સેન્ટરની ઝીણવટભરી મુલાકાત લીધી હતી. નિરીક્ષણ બાદ તમામ વિભાગીય વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઇમરજન્સી સેવાઓ, સ્ટ્રેચરની ઉપલબ્ધતા અને માતા-બાળકના મૃત્યુદરમાં ઘટાડો લાવવા અંગે ચર્ચા કરાઈ હતી. અધિકારીઓનો કલાસ લેવાની સાથે જ મંત્રીએ ડાયાલિસિસ સેન્ટર દ્વારા અપાતી ઉત્કૃષ્ટ સેવાઓની વિશેષ પ્રશંસા કરી ટીમને બિરદાવી પણ હતી. આ આકસ્મિક મુલાકાતથી હોસ્પિટલ તંત્ર અને સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રનાં વેપાર-ઉદ્યોગને નવો વેગ મળ્યો:હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટે સપ્ટેમ્બરમાં 97 હજારથી વધુ યાત્રિકો નોંધાયા, ગત મહિના કરતા 10 હજાર યાત્રિકો વધુ
    Next Article
    जेन ज़ी छा गए मुंबई में, कॉकरोचों ने शिवाजी पार्क को बना दिया जंतर-मंतर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment