Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રનાં વેપાર-ઉદ્યોગને નવો વેગ મળ્યો:હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટે સપ્ટેમ્બરમાં 97 હજારથી વધુ યાત્રિકો નોંધાયા, ગત મહિના કરતા 10 હજાર યાત્રિકો વધુ

    8 hours ago

    રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. અહીંથી દેશના પ્રમુખ મેટ્રો શહેરો જેવાં કે મુંબઇ, દિલ્હી, પૂના, હૈદરાબાદ અને બેંગ્લોર માટેની સીધી હવાઇ સેવા ઉપલબ્ધ છે, જેનાથી સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પ્રવાસન તેમજ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રને એક નવી દિશા અને વેગ મળ્યો છે. આ એરપોર્ટ પરનાં વિમાન મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ગત સપ્ટેમ્બર માસ દરમિયાન એરપોર્ટ પરથી કુલ 97,314 મુસાફરોએ હવાઇ સફરનો આનંદ માણ્યો હતો. જે ઓગષ્ટ કરતા 10,000 જેટલા વધુ લોકોએ આ એરપોર્ટ પરથી મુસાફરી કરી છે. યાત્રિકોની સંખ્યામાં 10,147નો મસમોટો વધારો નોંધાયો સપ્ટેમ્બર મહિનાની આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, એરપોર્ટ ખાતે 51,073 મુસાફરોનું આગમન થયું હતું, જ્યારે 46,241 મુસાફરોએ અહીંથી અન્ય શહેરો માટે પ્રસ્થાન કર્યું હતું. ગત ઓગષ્ટ મહિના કરતા સપ્ટેમ્બરમાં મુસાફરોની સંખ્યામાં 10 હજાર જેવો વધારો નોંધાયો છે. આ દરમિયાન એરપોર્ટ ખાતે 361 ફ્લાઈટોનું ઓપરેશન નોંધાયું છે. ગત ઓગસ્ટ માસની તુલનાએ સપ્ટેમ્બરમાં યાત્રિકોની સંખ્યામાં 10,147નો મસમોટો વધારો નોંધાયો છે. ઓગસ્ટ માસમાં જ્યાં 297 વિમાનોનું આવાગમન થયું હતું, તેની સામે સપ્ટેમ્બર માસમાં એર ઇન્ડિયા દ્વારા મુંબઇ અને દિલ્હી રૂટ પર એક-એક વધારાની ફ્લાઇટ શરૂ કરવામાં આવતા ફ્લાઇટ્સની કુલ સંખ્યા વધીને 361 પર પહોંચી હતી. હવાઇ સેવામાં થયેલા આ સુધારા અને ફ્લાઇટ્સની સંખ્યામાં થયેલા વધારાથી મુસાફરોને મોટી રાહત મળી છે. અને યાત્રિકોના ઘસારામાં પણ સીધો વધારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના ઔદ્યોગિક હબ ગણાતા તમામ વેપારીઓ અને ઉદ્યોગકારોને સુવિધા હાલમાં એરપોર્ટ પરથી વિવિધ એરલાઇન્સ કંપનીઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા દિલ્હી માટે 2, મુંબઇ માટે 4, નવી મુંબઇ માટે 1, બેંગ્લોર માટે 1, હૈદરાબાદ માટે 1 તથા પુના માટે સપ્તાહમાં 4 દિવસ 1 ફ્લાઇટ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત એર ઇન્ડિયા દ્વારા દિલ્હી માટે 3 અને મુંબઇ માટે 2 ફ્લાઇટની સેવા આપવામાં આવી રહી છે. આમ, રાજકોટથી દેશના મુખ્ય શહેરો માટે દૈનિક સીધી વિમાની સેવા અને પુના માટે અઠવાડિયામાં 4 દિવસની સેવા ઉપલબ્ધ હોવાથી સૌરાષ્ટ્રના ઔદ્યોગિક હબ ગણાતા રાજકોટ સહિત આસપાસના તમામ વેપારીઓ અને ઉદ્યોગકારોને ભારે સુવિધા મળી રહી છે. મેટ્રો શહેરો ઉપરાંત આંતર-જિલ્લા કનેક્ટિવિટી ક્ષેત્રે પણ સુધારો થયો છે. રાજકોટથી સુરત વચ્ચે દૈનિક ધોરણે નાના વિમાનની સેવા તથા રાજકોટથી મુંદ્રા વચ્ચે સપ્તાહમાં 4 દિવસ એર ટેક્સીની સુવિધા કાર્યરત છે. આ સેવાનો લાભ લઈને ઉદ્યોગકારો અને બિઝનેસમેનો સુરત તથા મુંદ્રા ઝડપથી પહોંચી શકે છે, જેનાથી તેમના સમયની મોટી બચત થાય છે અને વેપાર-રોજગારમાં મોટો આર્થિક ફાયદો થાય છે. એરલાઇન્સ કંપનીઓ દ્વારા ટિકિટના દરો બમણા કરવામાં આવે એવી સંભાવના આગામી દિવસોમાં ઓક્ટોબર માસ દરમિયાન નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા હોવાથી હવાઇ મુસાફરોની સંખ્યામાં હજુ પણ મોટો ઉછાળો આવવાની પૂરી સંભાવનાઓ સેવાઇ રહી છે. તહેવારોના દિવસોમાં મુસાફરોના ભારે ઘસારાને ધ્યાનમાં રાખીને વિવિધ એરલાઇન્સ કંપનીઓ દ્વારા એરફેર એટલે કે ટિકિટના દરો બમણા કરવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે જ એવિએશન ફ્યુઅલના ભાવમાં વધારો થવાના કારણે પણ નજીકના ભવિષ્યમાં દિલ્હી અને મુંબઇ સહિતના રૂટ પર હવાઇ ભાડાં વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરની તમામ આધુનિક સુવિધાઓ ધરાવતા આ એરપોર્ટને કાર્યરત થયાને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી એકપણ ડાયરેક્ટ આંતરરાષ્ટ્રીય (ઇન્ટરનેશનલ) ફ્લાઇટ શરૂ થઇ શકી નથી. હાલ પૂરતું આ એરપોર્ટ માત્ર નામ પૂરતું જ ‘ઇન્ટરનેશનલ’ એરપોર્ટ રહ્યું હોવાનો સૂર સ્થાનિકો અને ઉદ્યોગકારોમાં ઉઠી રહ્યો છે, અને અહીંથી ટૂંક સમયમાં સીધી વિદેશની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ અને Gen-Z મેદાને, ગુજરાત યુનિવર્સિટી પાસે દેખાવો:જ્ઞાનેશકુમાર રાજીનામું રાજીનામું આપો...ના સૂત્રોચ્ચાર કર્યા, યુવતીએ કહ્યું- હોસ્ટેલમાં પણ વિદ્યાર્થિનીઓ સુરક્ષિત નથી
    Next Article
    'ગરીબ દર્દીઓ સાજા થઈને ઘરે જવા જોઈએ...':રાજકોટ સિવિલમાં મંત્રીની સરપ્રાઈઝ વિઝીટ, અસ્વચ્છતા જોઈ સત્તાધીશોને ખખડાવ્યા; પાન-માવા ખાનારાઓ પાસેથી દંડ વસૂલવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment