Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપામાં 'જળ સંચય યોજના'માં લાખોના ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ:કુંભારવાડા આરોગ્ય કેન્દ્રમાં સ્ટ્રક્ચર માત્ર કાગળ પર હોવાનો કોંગ્રેસ નગરસેવકનો દાવો, તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે- ઇજનેર

    6 hours ago

    માત્ર કાગળ પર કામ દર્શાવી ગરીબોના ટેક્સના પૈસાનું કૌભાંડ - કિશન મેર ભાવનગર મહાનગરપાલિકા હસ્તકની 'જળ સંચય જન ભાગીદારી યોજના' હેઠળ ગ્રાઉન્ડ અને રૂફટોપ રિચાર્જિંગ સ્ટ્રક્ચર બનાવવાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસના નગરસેવક કિશન મેરએ સંપૂર્ણ પુરાવા સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે. નગરસેવક કિશન મેરએ જણાવ્યું હતું કે, જળ સંચય યોજના અંતર્ગત શહેરમાં 40થી વધુ ગ્રાઉન્ડ તથા રૂફટોપ રિચાર્જિંગ સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી એજન્સીને સોંપાઈ હતી, પરંતુ કુંભારવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રાઉન્ડ રિચાર્જિંગ સ્ટ્રક્ચર માત્ર કાગળ પર જ દર્શાવીને તેના નાણાં ચૂકવી દેવાયા છે, જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર આવું કોઈ સ્ટ્રક્ચર અસ્તિત્વમાં જ નથી. તેમણે ઉમેર્યું કે, ભાવનગરની ગરીબ જનતાના ટેક્સના નાણાંનો આ રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે, આ મામલે મહાનગરપાલિકા કમિશનરે તાત્કાલિક ધોરણે દોષિત અધિકારીઓ અને સંબંધિત એજન્સી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને કોર્પોરેશન સાથે છેતરપિંડી કરવા બદલ ફોજદારી ફરિયાદ દાખલ કરવી જોઈએ. તદુપરાંત, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અંગે સવાલ ઉઠાવતા તેમણે ઉમેર્યું હતું કે, TPIની કામગીરી પણ માત્ર કાગળ પર જ ચાલતી હોવાથી આવા કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે. એજન્સી ‘સંદીપ એન.પટેલ’ને કામ સોંપાયું હતું અને 2024-25 દરમિયાન 43-44 સ્થળોએ કામગીરી કરવામાં આવી હતી.... આ મામલે વોટર વર્ક્સ શાખાના કાર્યપાલક ઇજનેર ફાલ્ગુન શાહે મહાનગરપાલિકાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 દરમિયાન કોર્પોરેશનની બિલ્ડિંગોમાં રિચાર્જિંગ સ્ટ્રક્ચર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં L1 તરીકે આવેલી 'સંદીપ એન. પટેલ' નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું અને તે સમયે અંદાજે 43 થી 44 જેટલા સ્થળો પર આ રિચાર્જિંગ સ્ટ્રક્ચરો બનાવવામાં આવ્યા હતા. આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટ્રક્ચર ન હોવાના આક્ષેપ અંગે ફાલ્ગુન શાહે સ્પષ્ટતા કરી હતી કે, આ કામગીરી બે-ત્રણ વર્ષ પહેલાં થયેલી છે., નગરસેવક સાથે ટેલિફોનિક ચર્ચા થયા બાદ વિભાગના ટેકનિકલ સ્ટાફ અને સુપરવાઇઝરને સ્થળ પર મોકલીને તપાસ કરવા આદેશ અપાયા છે સ્થળ પર જમીનમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ તે ચકાસ્યા બાદ જ કામ થયું છે કે નહીં તેની ચોખવટ થઈ શકશે. વધુમાં, અધિકારીએ સ્વીકાર્યું હતું કે આ ચોક્કસ કામગીરી માટે કોઈ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન (TPI) રાખવામાં આવ્યું ન હતું અને તેની દેખરેખની જવાબદારી મહાનગરપાલિકાના ટેકનિકલ સ્ટાફની હતી. એકાદ દિવસમાં સ્થળ તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની સત્તાવાર કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    22 વર્ષથી ફરાર લૂંટનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો:મહીસાગર પેરોલ-ફર્લો શાખાએ બાલવાસામાંથી પકડી સંતરામપુર પોલીસને સોંપ્યો
    Next Article
    Abhijeet Dipke के आने से पहले CJP Protest Mumbai में क्या क्या दिखा? Shivaji Park

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment