Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ગુર્જર પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન:મેરીટમાં સ્થાન મેળવનારને ઇનામ, મુકેશ દયાળુનો મેજિક શો, કોર્પોરેટર ભાવેશ કોશિયાનું પણ સન્માન

    1 day ago

    સુરેન્દ્રનગરના પશ્ચિમ વિભાગમાં ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. સમાજ મંડળે ધોરણ-1થી અનુસ્નાતક કક્ષા સુધીના મેરીટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કર્યા. મેરીટમાં ન આવી શકનાર વિદ્યાર્થીઓને પણ આશ્વાસન ઇનામ અપાયા. નાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. મુકેશ દયાળુએ મેજિક શો બતાવી મનોરંજન આપ્યું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10ના કોર્પોરેટર ભાવેશભાઈ કોશિયાનું પણ વિશેષ સન્માન કરાયું. કન્યા જન્મદર વધારવા અને ભ્રૂણહત્યા અટકાવવાના સંદેશ સાથે છેલ્લા એક વર્ષમાં જન્મેલી બાળાઓ અને તેમની માતાઓનું રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશનર કુમાર લખતરીયાએ સ્વરોજગાર યોજનાઓ વિશે માહિતી આપી. શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને બાળિકાઓને સમાન પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. અંતે સૌ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રનાં વેપાર-ઉદ્યોગને નવો વેગ મળ્યો:રાજકોટનાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટે સપ્ટેમ્બરમાં 97 હજારથી વધુ યાત્રિકો નોંધાયા, ગત મહિના કરતા 10 હજાર વધુ
    Next Article
    મહીસાગરમાં મતદાર નોંધણી માટે ખાસ ઝુંબેશ:બાકી રહી ગયેલા અને યુવા મતદારો માટે 4 રવિવારે, BLO સવારે 10થી 5 વાગ્યા સુધી હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment