Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારો ટાણે સાયબર ગઠિયાઓથી સાવધાન:વરાછા બેંક અને સુરત જ્વેલરી એસોસિએશન દ્વારા ‘સાયબર સુરક્ષા સેમિનાર’ યોજાયો; તહેવારોમાં ડિજિટલ પેમેન્ટ વધતાં સતર્કતા અનિવાર્ય: પોલીસ કમિશનર

    1 week ago

    દિવાળી અને આગામી તહેવારોની સિઝનમાં બજારોમાં ધમધમાટ વધવાની સાથે ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના જોખમો પણ વધી રહ્યા છે. આ બાબતને ધ્યાને રાખીને વરાછા બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ ‘સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ બેંકના ‘સહકાર ભવન’ ખાતે યોજાયેલા આ સેમિનારમાં શહેરના સુરક્ષા તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર બિરાજમાન રહ્યા હતા. આ સાથે પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી વેપારીઓ અને નાગરિકોને સાયબર ક્રાઈમ સામે સજાગ રહેવા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાયબર ફ્રોડની મોડસ ઓપરેન્ડી અંગે ચર્ચા કાર્યક્રમની શરૂઆતમાં વરાછા બેંકના જનરલ મેનેજર વિઠ્ઠલ ધાનાણી અને સુરત જ્વેલરી એસોસિએશનના પ્રમુખ પ્રતાપ જીરા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વેપારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સેમિનારમાં હાલમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલા ડિજિટલ અરેસ્ટ, UPI ફ્રોડ, ફિશિંગ લિંક, બનાવટી કોલ્સ અને સોશિયલ મીડિયા થકી થતી છેતરપિંડી અંગે ઉંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ અજાણી વ્યક્તિ સાથે પોતાનો OTP, PIN, CVV કે પાસવર્ડ ક્યારેય શેર કરવો નહીં. તહેવારોમાં ડિજિટલ પેમેન્ટ વધતાં સતર્કતા અનિવાર્ય: પોલીસ કમિશનર સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સાથે નાગરિકોની ડિજિટલ સુરક્ષા સુનિશ્ચિત કરવી પણ અત્યંત જરૂરી છે. તહેવારોના સમયમાં ખરીદી અને ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ મોટું હોય છે, જેથી વેપારીઓ અને ગ્રાહકોએ સાવચેતી રાખવી અનિવાર્ય છે. કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બનતાં જ ક્ષણનોય વિલંબ કર્યા વગર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવવા તેમણે અનુરોધ કર્યો હતો. ગ્રાહકોની નાણાકીય સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા: વરાછા બેંક ચેરમેન વરાછા કો-ઓપ. બેંકના ચેરમેન નરેન્દ્ર કુકડીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં જેમ જેમ ડિજિટલ બેંકિંગ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે, તેમ ગ્રાહકોની નાણાકીય સુરક્ષા અને સાયબર જાગૃતિ અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. વરાછા બેંક - આપણી બેંકના સૂત્ર સાથે બેંક હંમેશાં ગ્રાહકોને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ સેવા આપવા કટિબદ્ધ છે અને આગળ પણ આવા લોકજાગૃતિના કાર્યક્રમો ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    મહિલા બેન્કના બ્રાન્ચ મેનેજર દ્વારા ઉચાપત:60 લાખને બદલે પોલીસે એફિડેવિટમાં 6 કરોડ દર્શાવ્યા, કોર્ટે મહિલાને જામીન આપ્યા
    Next Article
    એ કામ હજુ પણ અધુરું છે...:વર્લ્ડ કપ શેડ્યૂલ જાહેર થતાં જ શુભમન ગિલે બ્લૂગલ ફૂંક્યું; રોહિત-કોહલી વિશે કરી દીધી મોટી વાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment