Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી વિસ્તારમાં ઉધારમાં પડીકી આપવા બાબતે આધેડની હત્યા:ધર્મનગર રેલવે સ્ટેશન બહાર પાનનો ગલ્લો ચલાવનાર આધેડને યુવકે છરીના ઘા માર્યાં, આરોપી અનિલ ઠાકોરની શોધખોળ

    1 week ago

    સાબરમતી વિસ્તારમાં ધર્મનગર રેલવે સ્ટેશન પાસે 55 વર્ષના આધેડ પર યુવકે છરીથી હુમલો કરવાની ઘટના બની હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું છે. સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનો હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. સાબરમતી પોલીસે આ મામલે મારામારીની ફરિયાદ નોંધી હતી. જે બાદ હવે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ઉધાર ચૂકવી દેવા કહ્યું એટલે આરોપી ગુસ્સે થયો સાબરમતી વિસ્તારમાં ધર્મનગરના લક્ષ્મણજીની ચાલીમાં રાજેશભાઈ ઠાકોર તેમના પરિવાર સાથે રહેતા હતા અને ધર્મનગર રેલવે સ્ટેશનની બહાર મહાકાળી પાન પાર્લર નામનો ગલ્લો ચલાવતા હતા. બે દિવસ પહેલા વહેલી સવારે ધર્મનગર મહુડા વાળી ચાલીમાં રહેતો અનિલ ઠાકોર નામનો યુવક તાનસેન નામની પડીકી ઉધારમાં માંગવા માટે ગલ્લે આવ્યો હતો. ત્યારે રાજેશભાઈએ અગાઉના 1,600 રૂપિયા ઉધારના ચૂકવી બે પછી તને ઉધારમાં આપીશ એવું કહ્યું હતું. જેથી અનિલ ગુસ્સે થઈ અને ત્યાંથી જતો રહ્યો હતો. સારવાર દરમિયાન આજે વૃદ્ધનું મોત સાંજે 7:30 વાગ્યાની આસપાસ રાજેશભાઈ ગલ્લા ઉપર હાજર હતા અને તેમનો મોટો પુત્ર પણ ત્યાં હાજર હતો, તે દરમિયાનમાં અનિલ આવ્યો હતો અને હાથમાં ધારદાર લોખંડની છરી લઈને આવીને રાજેશભાઈ ના પેટના ભાગે મારી દીધી હતી જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતો. જો તું મને ઉધાર નહીં આપે તો તારા દીકરાને પણ જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. ગંભીર ઇજાગ્રસ્ત થતા રાજેશ ઠાકોરને સારવાર અર્થે સાબરમતી પંચશીલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જો કે ટૂંકી સારવાર બાદ આજે સવારે તેમનું મૃત્યુ થયું હતું. પરિવારજનોનો આક્ષેપ હતો કે પોલીસ દ્વારા તેમની સામે હળવી કલમ ઉમેરવામાં આવી હતી. સાબરમતી પોલીસે હત્યા મામલે કલમ ઉમેરી આરોપી અનિલની ધરપકડ કરવાની તજવીજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીજયંતીએ કલેક્ટર સહિત અધિકારીઓએ સફાઈ કરી:ઇણાજ કલેક્ટર કચેરીમાં સ્વચ્છતા અભિયાન, મહેસૂલ કચેરીઓમાં શ્રમદાન; બાળગંગા બીચ પર સાંસદ દ્વારા સફાઈ અભિયાન
    Next Article
    કદવાલ ગ્રામ સભામાં સબ સેન્ટર અને આંગણવાડીની માંગ:ગાંધી જયંતિએ યોજાયેલી સભામાં શહીદ રૂપસિંહ નાયકના સ્ટેચ્યુની પણ માંગ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment