Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપીઆઈ પર એમડીઆર ચાર્જના વિરોધમાં નો યુપીઆઈ ડે.:"નાના વેપારીઓ પોતાના નફામાંથી ચાર્જ ચૂકવશે તો તે આખરે ગ્રાહકોના માથે ભાવવધારા તરીકે જશે"એમડીઆર ચાર્જ સામે કાળાં બોર્ડ લગાવી ચાર્જ પાછો ખેંચવાની માંગ

    1 week ago

    ​જુનાગઢમાં ગાંધી જયંતીના પવિત્ર અવસરે ચેમ્બર ઓફ કોમર્સ અને તેના સંલગ્ન અંદાજે 40 જેટલા એસોસિએશનો તથા 5 થી 6 હજાર વેપારીઓ દ્વારા સરકાર દ્વારા યુપીઆઈ પેમેન્ટ પર લાવવામાં આવનાર પ્રસ્તાવિત એમડીઆર ચાર્જ સામે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શન અંતર્ગત જુનાગઢના વેપારીઓએ નો યુપીઆઈ ડે પાળીને પોતાના દુકાનો અને ક્યુઆર કોડ પર કાળાં કપડાં તેમજ કાળાં બોર્ડ લગાવીને શાંતિપૂર્ણ વિરોધ વ્યક્ત કર્યો હતો. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થાથી દેશ વિકાસના પંથે આગળ વધ્યો છે, પરંતુ જો યુપીઆઈ ઉપર ટેક્સ લાગુ થશે તો નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ આર્થિક રીતે પાયમાલ થઈ જશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ​આ વિરોધ પ્રદર્શન અંગે જુનાગઢ કિરાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ વિપિન સોઢાએ જણાવ્યું હતું કે ગાંધી જયંતીના પવિત્ર દિવસે અમે આ યુપીઆઈ ટેક્સનો વિરોધ કરી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વિકાસ તરફ લઈ જઈ રહ્યા છે અને ઓનલાઈન પેમેન્ટથી ઘણા ફાયદા પણ થયા છે, પરંતુ 15 ઓક્ટોબરથી અમલમાં આવનાર આ યુપીઆઈ ટેક્સથી નાના વેપારીઓ સાફ થઈ જશે. મોલ અને ઓનલાઈન વેપાર સામે ટક્કર લેતા નાના વેપારીઓની લાગણી સરકાર સમજે અને આ ટેક્સ પાછો ખેંચે તેવી તેમણે માંગ કરી હતી. ​આ મુદ્દે જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી સંજય પુરોહિતે જણાવ્યું હતું કે આજે વેપારીઓ યુપીઆઈથી પેમેન્ટ સ્વીકારતા નથી અને સ્કેનર પર કાળું કપડું ઢાંકીને વિરોધ કરી રહ્યા છે. સરકાર ભલે દાવો કરતી હોય કે આનાથી સામાન્ય પ્રજા કે 96 ટકા લોકોને અસર નહીં થાય, પરંતુ 1 લાખ રૂપિયાની (દૈનિક આશરે 3 હજાર રૂપિયા) થ્રેશહોલ્ડ લિમિટ હોવાથી નાનામાં નાનો વેપારી પણ આનાથી પ્રભાવિત થશે. વેપારીઓ પોતાના નાના નફામાંથી આ ચાર્જ ચૂકવશે તો તે અંતે મોંઘવારી અને ભાવવધારાના સ્વરૂપમાં ગ્રાહકોના માથે જ ભારરૂપ બનશે, જે વાસ્તવિકતા ગ્રાહકોને અવેરનેસ તરીકે સમજાવવામાં આવી રહી છે. આ વિરોધને સમર્થન આપતા જુનાગઢ ગ્રેઈન એન્ડ શુગર મર્ચન્ટ એસોસિએશનના સેક્રેટરી નિતેશભાઈ સાગલાણીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશના વેપારી ફેડરેશન અને વેપારી આલમ આજે નો યુપીઆઈ ડે નિમિત્તે યુપીઆઈથી પેમેન્ટ સ્વીકારતા નથી અને લોકો પણ રોકડ આપીને સહકાર આપી રહ્યા છે. કેશલેસ સિસ્ટમ માટે વેપારીઓએ હંમેશાં સહકાર આપ્યો છે અને આગામી સમયમાં પણ આપતા રહેશે, પરંતુ એમડીઆર ઉપર નાખવામાં આવેલા આ ચાર્જને સરકાર તુરંત પાછી ખેંચી લેવી જોઈએ. આગામી 15 ઓક્ટોબરે નવરાત્રીનો તહેવાર પીક ઉપર હશે ત્યારે લોકો ફરી યુપીઆઈથી ખરીદી કરશે અને વેપારીઓ તેના માટે સજ્જ છે, તેથી 2 લાખ કરોડની જીએસટી આવક ધરાવતી આપણી ઇકોનોમીમાં આવી સામાન્ય બાબત માટે કેશલેસ સિસ્ટમને બાધિત ન કરવી જોઈએ તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ‘સેવા મેરા યોગદાન’ હેઠળ દિવ્યાંગ બાળકોને સહાય અપાઈ:સામાજિક ન્યાય વિભાગે કાર્યક્રમ યોજ્યો, સાંસદ પરમાર અને ધારાસભ્ય રાઉલજી હાજર રહ્યા
    Next Article
    સુરેન્દ્રનગરમાં પોલીસે દારૂનો દરોડો પાડ્યો:67 બોટલ-ચપલા અને 7 બિયર ટીન સાથે ₹12,585નો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment