Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પોલીસે દારૂનો દરોડો પાડ્યો:67 બોટલ-ચપલા અને 7 બિયર ટીન સાથે ₹12,585નો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર

    1 week ago

    સુરેન્દ્રનગર પોલીસે રતનપર વિસ્તારમાં દારૂનો દરોડો પાડી ₹12,585નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાણીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ડિવિઝન ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ દરોડો પાડ્યો હતો. રતનપરના રહેમતનગર પાછળ શાંતિનગર, ભોગાવો નદીના કાંઠે આવેલા એક મકાન પાછળથી દારૂ પકડ્યો હતો. દરોડામાં ગ્રીન લેબલ વ્હિસ્કીની 5 બોટલ, કિંગ ફિશર બિયરના 7 ટીન, રોયલ ચેલેન્જ વ્હિસ્કીના 41 ચપલા અને ALL SEASONS વ્હિસ્કીના 21 ચપલા મળી આવ્યા હતા. જોકે, દરોડા સમયે આરોપી નાસીર ઉર્ફે સબીર કાસમભાઈ માલાણી ત્યાં હાજર મળ્યો નહોતો. પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા તપાસ શરૂ કરી છે. આ કામગીરીમાં એએસઆઈ રવિકુમાર અલગોતર, ગૌતમભાઈ મકવાણા, વિજયસિંહ ડોડીયા અને વિજયભાઈ કોશિયા જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    યુપીઆઈ પર એમડીઆર ચાર્જના વિરોધમાં નો યુપીઆઈ ડે.:"નાના વેપારીઓ પોતાના નફામાંથી ચાર્જ ચૂકવશે તો તે આખરે ગ્રાહકોના માથે ભાવવધારા તરીકે જશે"એમડીઆર ચાર્જ સામે કાળાં બોર્ડ લગાવી ચાર્જ પાછો ખેંચવાની માંગ
    Next Article
    Will Mamata Banerjee Support Rahul Gandhi For PM In 2029? What She Said

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment