Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં 'સેવા ને સંગ રાષ્ટ્ર ને સંગ' રંગોળી સ્પર્ધા યોજાઈ:દેવસર, એમ.વી. મિસ્ત્રી અને ઓરિયા મોરિયા શાળાને રોકડ ઈનામ અપાયા

    1 week ago

    બીલીમોરામાં 'સેવા ના રંગ, રાષ્ટ્ર ને સંગ' કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ. નવસારી જિલ્લાના બીલીમોરા શહેર મહિલા મોરચા દ્વારા પ્રકૃતિ રંગોળી શાળા અને વિવિધ વોર્ડમાં તેનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓ અને સ્થાનિક બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો. સ્પર્ધાના અંતે પરિણામો જાહેર થયા. દેવસર શાળા પ્રથમ, એમ. વી. મિસ્ત્રી શાળા દ્વિતીય અને ઓરિયા મોરિયા શાળા તૃતીય સ્થાને રહી. બીલીમોરા પ્રમુખ મનિષભાઈ પટેલ તરફથી વિજેતાઓને રોકડ ઈનામ આપી પ્રોત્સાહન અપાયું. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આશ્વાસન ઈનામ પણ આપવામાં આવ્યા. આ પ્રસંગે નવસારી મહાનગરના ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ ખાસ હાજર રહ્યા હતા અને સ્પર્ધકોની કળાને વખાણી હતી. નિરીક્ષક તરીકે બિરેનભાઈએ સેવા આપી. ગણદેવી તાલુકા અને બીલીમોરા શહેર મહિલા મોરચાના પદાધિકારીઓ તેમજ સંગઠનની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો.
    Click here to Read More
    Previous Article
    સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના 15 કલાકથી ધરણા:પાણીની તંગી અને ભોજનમાં જીવાતથી રોષ; કલેક્ટર ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી
    Next Article
    ગોધરામાં ‘સેવા મેરા યોગદાન’ હેઠળ દિવ્યાંગ બાળકોને સહાય અપાઈ:સામાજિક ન્યાય વિભાગે કાર્યક્રમ યોજ્યો, સાંસદ પરમાર અને ધારાસભ્ય રાઉલજી હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment