Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં શહીદ પરિવારો અને નિવૃત્ત સૈનિકોનું સન્માન કરાયું:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 'સશસ્ત્ર દળ સન્માન' કાર્યક્રમ યોજાયો, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ઉપસ્થિત રહ્યા

    11 hours ago

    સુરેન્દ્રનગર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘સશસ્ત્ર દળ સન્માન’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશની સુરક્ષા માટે સેવા આપનાર શહીદ જવાનોના પરિવારજનો અને નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે શહીદ જવાનોના પરિવારજનો અને નિવૃત્ત સૈનિકોની રાષ્ટ્રસેવા, ત્યાગ અને બલિદાનને વંદન કરાયું. ઉપસ્થિત મહાનુભાવોએ દેશની સરહદોની સુરક્ષા કરનાર વીર જવાનોના શૌર્યને યાદ કર્યું. સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તેમણે શહીદ પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી જણાવ્યું કે જવાનોનું બલિદાન હંમેશા પ્રેરણારૂપ રહેશે. કાર્યક્રમમાં સશસ્ત્ર દળોના જવાનોના પરિવારજનોના ત્યાગ અને સંઘર્ષને પણ યાદ કરાયો. આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં દેશભક્તિ અને સશસ્ત્ર દળો પ્રત્યે સન્માનની ભાવના મજબૂત બને તેવો સંદેશ અપાયો.
    Click here to Read More
    Previous Article
    બોટાદ કોલેજની દીકરીઓએ વતન આવી:સુરત, અમદાવાદ સહિતના શહેરોમાંથી આવેલી 60 ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓએ અવનવી રમતો રમી અને ભોજન સાથે ઉજવણી કરી
    Next Article
    પાલનપુરના સાગ્રોસણામાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હેઠળ શ્રમદાન:'એક દિવસ, એક કલાક, એક સાથે રાષ્ટ્રવ્યાપી શ્રમદાન દિવસ',સૌએ સાથે મળી ગામમાં સ્વચ્છતાનું કામ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment