Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવનાથ અશોક શિલાલેખ પાસે ફરી સાત સિંહોની શાહી લટાર.:ભવનાથ જતા રસ્તા પર વહેલી સવારે સાત સિંહોનો પરિવાર શાહી લટાર મારતો નજરે પડ્યો, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, વન વિભાગે સિંહોને સલામત સ્થળે ખસેડ્યા

    11 hours ago

    ​જૂનાગઢમાં વન્યપ્રાણીઓની માનવ વસ્તી તરફ આવવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે તાજેતરમાં જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા અશોક શિલાલેખ પાસે સાત સિંહોનો આખો પરિવાર શાહી લટાર મારતો નજરે પડ્યો છે. વહેલી સવારે સિંહ પરિવારની આ લટારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ​વહેલી સવારના અશોક શિલાલેખ પાસે સિંહ પરિવાર રસ્તા પર આવી ચડ્યો હતો. સિંહોને આ પ્રકારે ખુલ્લા રસ્તા પર લટાર મારતા જોઈને ત્યાંથી પસાર થતા વાહનોના વ્હીલ થંભી ગયા હતા અને વાહનચાલકોએ સલામતી ખાતર પોતાના વાહનો રોકી દીધા હતા. નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ પણ આ જ વિસ્તાર એટલે કે અશોક શિલાલેખ નજીક સિંહ પરિવાર નજરે પડ્યો હતો, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં સિંહોની અવરજવર વધી રહી છે. ​ગિરનાર જંગલ વિસ્તારમાં 54 થી વધુ સિંહોનો વસવાટ છે. જંગલની હદ પૂરી થતી હોય અને રેવન્યુ વિસ્તાર શરૂ થતો હોય ત્યાં અવારનવાર સિંહો પોતાના શિકારની શોધમાં કે અન્ય કારણોસર જંગલ વિસ્તાર છોડીને રેવન્યુ કે નાગરિક વસ્તીવાળા વિસ્તારોમાં આવી ચડતા હોય છે. સિંહોની આ પ્રકારની લટારથી એક તરફ રોમાંચ જોવા મળે છે તો બીજી તરફ સ્થાનિક રહીશોમાં ડરનો માહોલ પણ ઊભો થતો હોય છે. ​જ્યારે-જ્યારે સિંહો રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે, ત્યારે વન વિભાગ દ્વારા ત્વરિત અને સક્રિય કામગીરી હાથ ધરવામાં આવે છે. વન વિભાગની ટીમો દ્વારા આ સિંહો પર સતત નજર રાખવામાં આવે છે અને તેઓને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર અથવા તો માનવ વસ્તીને જોખમ ન સર્જાય તે માટે તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોય છે. તંત્ર દ્વારા નાગરિકોને પણ આ વિસ્તારમાં સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    જાપાનની બુલેટ ટ્રેનમાં પણ નથી તેવી સુવિધા આપણી વંદે ભારતમાં:સુરતની પહેલી વંદે ભારત રવાના, કેન્દ્રીય મંત્રીએ કહ્યું– જાપાનીઓ પણ આવીને વંદે ભારત ટ્રેન જુએ છે; વેપારીઓ અને મુસાફરો માટે ટ્રેન વરદાનરૂપ સાબિત થશે
    Next Article
    ભરૂચમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ-ધ્યાન શિબિર યોજાઈ:ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત આગેવાનો અને યોગપ્રેમીઓ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment