Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર શખ્સએ બન્નેને રસ્તામાં અટકાવી મારી નાખવાની ધમકી આપી‎:માળિયાના સુલતાનપુરમાં જૂની અદાવતનો ખાર રાખી બે યુવાન પર ધોકાથી હુમલો

    19 hours ago

    માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામે જૂના ઝઘડાના ખારને લઈને બે યુવાન પર ચાર શખ્સએ લાકડાના ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. બનાવમાં એક યુવાનને માથા સહિત શરીરના ભાગે અને તેને છોડાવવા વચ્ચે પડેલા મિત્રને પણ ધોકાથી માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા માળીયા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુલતાનપુર ગામે રહેતા સુનિલભાઈ લાભુભાઈ દેગામા (ઉં.વ.25)એ અક્ષયભાઈ અમરશીભાઈ સીતાપરા, મહિપતભાઈ અમરશીભાઈ સીતાપરા, રાહુલભાઈ અમરશીભાઈ સીતાપરા અને અજયભાઈ અમરશીભાઈ સીતાપરા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ સુનિલભાઈને અક્ષયભાઈ સાથે અગાઉ ઝઘડો થયો હતો. દરમિયાન તા.30 સપ્ટેમ્બરે અક્ષયભાઈ ફરિયાદી સામે ઇશારા કરતા હોવાથી આ બાબતે તેને સમજાવવા સુનિલભાઈ તથા તેનો મિત્ર વિક્રમભાઈ ગયા હતા. આ બાબતનો ખાર રાખીને ચારેય શખ્સોએ સુનિલભાઈ અને વિક્રમભાઈ ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં સુનિલભાઈને માથા, બરડા અને ડાબા હાથમાં ધોકા મારવામાં આવ્યા હતા. જ્યારે વિક્રમભાઈ છોડાવવા વચ્ચે પડતા અક્ષયભાઈ અને રાહુલભાઈએ તેમના બંને પગ તથા જમણા હાથમાં ધોકા વડે માર માર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ કોલેજમાં રેડ ક્રોસ દ્વારા રક્તદાન જાગૃતિ કાર્યક્રમ:પ્રિન્સિપાલે માર્ગદર્શન આપ્યું, ગીરીશ કારીયાએ પ્રથમવાર રક્તદાન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા
    Next Article
    This 'Masala Ice' Recipe Has People Reaching For Ice Cubes Instead Of Snacks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment