Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ રેલવે સ્ટેશન પર યુવકની હત્યા, આરોપીની ધરપકડ:પૂછપરછ બાબતે થયેલા ઝઘડામાં આરોપીએ યુવક પર લોખંડના સળિયાથી હુમલો કર્યો

    19 hours ago

    ભુજ રેલવે સ્ટેશન પર નજીવી બાબતે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સ્ટેશન પર ટ્રેન અંગે પૂછપરછ કરનાર પરપ્રાંતિય યુવાનને અન્ય એક યુવકે લોખંડના સળિયા વડે માથાના ભાગે ઘા મારતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. બનાવને પગલે રેલવે સ્ટેશન પર અચાનક ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ભુજ રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય યુવાને સુરત જતી ટ્રેન ક્યારે ઉપડશે તે અંગે પૂછપરછ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર અન્ય એક યુવક સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. મામલો વધુ ઉગ્ર બનતા આરોપી યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે લોખંડનો સળિયો લઈ યુવાનના માથામાં જોરદાર ઘા મારી દીધો હતો. માથાના ભાગે ગંભીર ઈજા થતાં યુવાન લોહીલુહાણ હાલતમાં પ્લેટફોર્મ પર જ ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ઈજા એટલી ગંભીર હતી કે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનામાં સંડોવાયેલા યુવકને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. હત્યાના આ બનાવને પગલે રેલવે સ્ટેશન પર પોલીસની કામગીરી પણ તેજ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ, આરોપી અને મૃતક વચ્ચે થયેલી વાતચીત તથા હુમલા પાછળના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરી છે. સાથે જ ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની તેમજ સાક્ષીઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નજીવી પૂછપરછ દરમિયાન શરૂ થયેલો વિવાદ ગણતરીની ક્ષણોમાં હિંસક બની ગયો અને એક યુવાને જીવ ગુમાવવો પડ્યો હોવાની આ ઘટના ભુજમાં ચર્ચાનો વિષય બની છે. હાલ રેલવે પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી જલારામ ધામમાં સ્વ. માલાબેન કક્કડને મહાપ્રસાદ દ્વારા શ્રદ્ધાંજલિ:લોહાણા સમાજના મહિલા અગ્રણીના નિધન બાદ પરિવારજનોએ 13 દિવસ સદાવ્રતનું આયોજન કર્યું
    Next Article
    નશામાં ધૂત કારચાલકોએ મોપેડ સવાર મહિલાઓને ટક્કર મારી:નવસારીમાં મહિલાઓની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી, વીડિયો વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment