Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણાવદરમાં લાયન્સ ક્લબે 'ગાંધી હાટ'ના રજત જયંતી વર્ષનું ઉદ્ઘાટન કર્યું:ખાદીની ખરીદી પર ગ્રાહકોને કુલ ૩૫ ટકા ડિસ્કાઉન્ટ મળશે

    10 hours ago

    માણાવદરમાં લાયન્સ ક્લબ દ્વારા ગુરુવાર, ૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે 'ગાંધી હાટ'ના ૨૫મા વર્ષનું ઉદ્ઘાટન થયું. ગાંધી જયંતી નિમિત્તે ખાદી પ્રત્યે લોકોની રૂચિ વધારવા આ હાટ યોજાયું છે. ખાદીની ખરીદી પર ગ્રાહકોને કુલ ૩૫ ટકા ડિસ્કાઉન્ટ મળશે. ખાદી ભવન જૂનાગઢમાંથી ખાદી અને ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ વેચાણ માટે લાવવામાં આવી છે. ખાદી ભવન દ્વારા ૨૫ ટકા અને લાયન્સ ક્લબ માણાવદર દ્વારા વધારાનું ૧૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. ઉદ્ઘાટન પ્રસંગે લાયન્સ ક્લબ માણાવદરના એડમિનિસ્ટ્રેટર ગોપાલભાઈ ભાલોડીયા અને લાયન ડો. પંકજભાઈ જોષીએ સંબોધન કર્યું. તેમણે ગાંધીજીના આદર્શો અને ખાદીના આર્થિક-સામાજિક મહત્વ સમજાવ્યું. આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ, ખજાનચી નરેન્દ્રકુમાર, ઉપપ્રમુખ ચિરાગભાઈ, સભ્યો લલીતભાઈ, મહેન્દ્રભાઈ, કમલેશભાઈ, હીનાબેન, અનસુયાબેન અને રેખાબેન હાજર રહ્યા. શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ હાજર હતા.
    Click here to Read More
    Previous Article
    શંકરસિંહ વાઘેલાના કમબેકથી કોંગ્રેસને કેટલો ફાયદો?:વિશ્લેષકોએ કહ્યું- 'પાર્ટીને ચહેરો અને અનુભવ મળે પણ સાથે સંગઠનને મજબૂત કરવું પડે', 27 લાખ ક્ષત્રિય મતદારો પર અસરની ચર્ચા
    Next Article
    હજારો શીખ સૈનિકો બળવાખોર બન્યા, હથિયારો-ગાડીઓ લૂંટી:એન્કાઉન્ટરમાં 47 માર્યા ગયા, 4 મહિના પછી ઇન્દિરા ગાંધીની હત્યા કરી ઓપરેશન બ્લૂ સ્ટારનો બદલો લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment