Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્મિત મચ્છરના સ્વાસ્થ્યાર્થે ભવનાથ મંદિરે મહાઆરતી યોજાઈ.:​પ્લેન હાઈજેકનો પ્રયાસ નિષ્ફળ બનાવનાર ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ભાજપ દ્વારા ભવનાથ મંદિરે ભવ્ય મહાઆરતી યોજાઈ.

    1 day ago

    ​તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રે બનેલી એક હચમચાવી દેતી અને અતિ સંવેદનશીલ ઘટનાને બને તે પહેલા એ ગુજરાતી પાયલટે પ્લેનને હાઈજેક થતું બચાવ્યું હતું..ફ્લાયદુબઈની એક ફ્લાઇટ જ્યારે દુબઈથી ઇઝરાયલ તરફ જઈ રહી હતી ત્યારે તેમાં અચાનક મોટી દુર્ઘટના ટળી હતી. આ ફ્લાઇટમાં ગુજરાતી મૂળના કેપ્ટન અને પાયલોટ તરીકે ફરજ બજાવતા સ્મિત મચ્છર ઉપર તેમના જ સહ-પાયલોટ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો કરનાર સહ-પાયલોટ ઓમાનનો નાગરિક હોવાનું સામે આવ્યું છે, જેનો મુખ્ય હેતુ વિમાનને હાઈજેક કરવાનો અને મોટી તબાહી મચાવવાનો હતો. જો આ સમયે સૂઝબૂઝ ન દાખવવામાં આવી હોત તો વર્ષ ૨૦૦૧માં અમેરિકામાં બનેલી કુખ્યાત 9/11 જેવી ગંભીર ઘટનાનું પુનરાવર્તન થઈ શક્યું હોત. ​પરંતુ, ગંભીર રીતે ઘાયલ હોવા છતાં અને પોતાના પ્રાણ જોખમમાં હોવા છતાં, પાયલોટ સ્મિત મચ્છરે અસાધારણ સાહસ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું. તેમણે હુમલો કરનાર સહ-પાયલોટ સામે જાતે સંઘર્ષ કર્યો અને વિમાનમાં સવાર અન્ય મુસાફરોના સહયોગથી તેને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધો હતો. આ ફ્લાઇટમાં અંદાજે 180 જેટલા મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના નાગરિકો ઇઝરાયલી હતા. પાયલોટ સ્મિત મચ્છરની આ અદ્ભુત સૂઝબૂઝ અને સમયસૂચકતાના કારણે તમામ મુસાફરોના જીવ બચી ગયા હતા અને વિમાનનું ઇઝરાયેલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હુમલાખોરને કાબૂમાં લીધા બાદ વિમાનમાં હાજર તમામ મુસાફરોએ તાળીઓ પાડીને પાયલોટનો આભાર માન્યો હતો અને તેમની પ્રશંસા કરી હતી. ​આ ભયાનક સંઘર્ષ અને હુમલામાં પાયલોટ સ્મિત મચ્છરને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે હાલ તેમની તબિયત નાદુરસ્ત છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દેશ અને વિદેશના સેંકડો લોકોના જીવ બચાવનાર આ વીર ગુજરાતી પાયલોટ જલદીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય અને સન્માનપૂર્વક પોતાની નોકરી પર પુનઃ પાછા ફરે તેવા શુભ આશયથી જૂનાગઢ ખાતે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા એ જણાવ્યું હતું કે આજ રોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા ભવનાથ ક્ષેત્રમાં અને વસ્ત્રાપથ્થરેશ્વર ક્ષેત્રમાં બિરાજમાન સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરમાં એક ભવ્ય મહાઆરતી અને મહાપૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ભવનાથ ક્ષેત્રના પૂજ્ય સંતો-મહાત્માઓ તેમજ મોટી સંખ્યામાં સામાન્ય જનતા પણ આ પ્રાર્થનામાં જોડાઈ હતી. ઉપસ્થિત તમામ લોકોએ ભગવાન ભવનાથ મહાદેવના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવીને પાયલોટ સ્મિત મચ્છરના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને ઝડપી સ્વસ્થતા માટે સામૂહિક પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    એસ.ટી. વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ:સપ્ટેમ્બર માસમાં નિયમ ભંગ કરનાર 480 લોકો પાસેથી રૂ.4810 નો દંડ વસૂલાયો
    Next Article
    Gujarat University shooting academy | ગુજરાત યુનિવર્સિટીએ શૂટિંગ એકેડમીનો કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment