Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસ.ટી. વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ:સપ્ટેમ્બર માસમાં નિયમ ભંગ કરનાર 480 લોકો પાસેથી રૂ.4810 નો દંડ વસૂલાયો

    1 day ago

    એસ ટી નિગમ દ્વારા વારંવાર અપીલ કરવા છતાં જાહેર સ્થળોએ ગંદકી કરતા અને પાન-મસાલાની પીચકારી મારતા તત્વો સામે એસ.ટી. પ્રશાસન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, સરકારના ‘તમાકુ નિયંત્રણ અધિનિયમ’ હેઠળ ચલાવવામાં આવેલી દંડનાત્મક ઝુંબેશ અંતર્ગત સપ્ટેમ્બર માસ દરમિયાન ભાવનગર વિભાગના વિવિધ ડેપો ખાતે જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા અને નિયમોનો ભંગ કરવા બદલ કુલ 480 ઈસમો સામે કાર્યવાહી કરી રૂ.4810 નો દંડ વસૂલવામાં આવ્યો છે. જેમાં ભાવનગર ડેપોમાં કેઈસની સંખ્યા 60 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.610, તળાજા ડેપો કેઈસની સંખ્યા 60 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.600, મહુવા ડેપો કેઈસની સંખ્યા 60 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.600, પાલીતાણા ડેપો કેઈસની સંખ્યા 60 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.600, ગારીયાધાર ડેપો કેઈસની સંખ્યા 60 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.600, બરવાળા ડેપો કેઈસની સંખ્યા 60 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.600, બોટાદ ડેપો કેઈસની સંખ્યા 60 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.600, ગઢડા ડેપો કેઈસની સંખ્યા 60 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.600 આમ, કુલ 480 કેઈસ દ્વારા રૂ.4810 દંડ પેટે લેવામાં આવ્યા હતા. આ તકે એસ. ટી. પ્રશાસન દ્વારા મુસાફર જનતાને પુન; વિનંતી કરવામા આવે છે કે આવી દંડનાત્મક કાર્યવાહીથી બચવા મુસાફર જનતા જાતે જ સ્વચ્છતા જાળવે અને અન્યોને પણ સ્વચ્છતા જાળવવા સમજાવે જેમ કે બસ કે બસ સ્ટેશન પરિસરમા ધુમ્રપાન ન કરવુ, પાન મસાલાની પીચકારી ન મારવી, અને પ્રશાસન દ્વારા મુસાફરોને બસ કે પરિસરમાં ધૂમ્રપાન ન કરવા અને કચરો યોગ્ય જગ્યાએ ફેંકી સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા પુનઃ અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    યુવતીને લગ્નની લાલચ આપી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું:વડોદરામાં બે સંતાનના પિતાએ યુવતી સાથે વારંવાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી, બે વાર ગર્ભપાત કરાવ્યુ, જાનથી મારી નાખવાની ધમકી, આરોપીની ધરપકડ
    Next Article
    સ્મિત મચ્છરના સ્વાસ્થ્યાર્થે ભવનાથ મંદિરે મહાઆરતી યોજાઈ.:​પ્લેન હાઈજેકનો પ્રયાસ નિષ્ફળ બનાવનાર ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ભાજપ દ્વારા ભવનાથ મંદિરે ભવ્ય મહાઆરતી યોજાઈ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment