Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાસૂસી દુનિયામાં રમુજી ટ્વિસ્ટ:આયુષ્યમાન અને સારા અલી ખાન 'ઉડતા તીર'ના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા

    6 hours ago

    આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન રોમેન્ટિક જાસૂસી ફિલ્મ 'ઉડતા તીર' લઈને આવી રહ્યા છે. ત્યારે આયુષ્યમાન અને સારાએ અમદાવાદની ખાસ મુલાકાત લીધી હતી. હાઇ-સ્ટેક્સ કોમેડી ફિલ્મ 'પતિ પત્ની ઓર વો દો' બાદ આયુષ્યમાન અને સારાની જોડી ફરી સાથે આવી છે. 'ઉડતા તીર' એક હાઇ-સ્ટેક્સ કોમેડી એન્ટરટેઇનર ફિલ્મ છે. તેમાં પરંપરાગત જાસૂસી દુનિયાને એક રમુજી અને મનોરંજક ટ્વિસ્ટ સાથે રજૂ કરવામાં આવી છે. પાકિસ્તાની જાસૂસની રમૂજી વાર્તા ફિલ્મની વાર્તા પાકિસ્તાની એજન્ટ બિલાલ અહમદ (આયુષ્યમાન ખુરાના)ની આસપાસ ફરે છે, જે ભારતમાં ઘૂસણખોરી કરે છે પરંતુ એક અકસ્માતમાં પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે. ભૂલથી તે પોતાને ભારતીય જાસૂસ માનવા લાગે છે, જેના કારણે રમૂજી અને અરાજકતાથી ભરેલી ઘટનાઓનો સિલસિલો શરૂ થાય છે. આ ફિલ્મથી આકાશ એ. કૌશિક ફીચર ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. 'ઉડતા તીર'નું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ અને સિખ્યા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ કરણ જોહર, અદાર પૂનાવાલા, અજય મેહતા, ગુનીત મોંગા કપૂર અને અચિન જૈન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ 'ઉડતા તીર' 9 ઓક્ટોબર, 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    Awful and Awesome 415: Vibe, Lust Stories 3 and Rise and Fall Season 2
    Next Article
    પાળીયાદ પાંજરાપોળમાં અબોલ પશુઓ માટે 525 મણ જુવારનું દાન:રૂ. 50,000ની લીલી જુવાર 'ગૌ સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ' દ્વારા અપાઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment