Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમારા માટે બસ કંડક્ટર-પ્રિન્સિપલ સેક્રેટરી બંને સમાન:સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે જજ છો, તેથી પ્રાથમિકતા આપી શકતા નથી; પૂર્વ જિલ્લા જજની વહેલી સુનાવણીની માંગ ફગાવી

    10 hours ago

    સુપ્રીમ કોર્ટે ગુરુવારે અલ્હાબાદના પૂર્વ જિલ્લા જજની વહેલી સુનાવણીની માંગ ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે પદના આધારે કોઈને પ્રાથમિકતા આપી શકાય નહીં. બંધારણ દરેક વ્યક્તિને સમાન રીતે ન્યાય સુધી પહોંચવાનો અધિકાર આપે છે. આ અરજી પૂર્વ જજ રાકેશ કુમાર નૈને દાખલ કરી હતી. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં પેન્ડિંગ રિટ અરજી પર વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ નૈનને સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. જોકે સુનાવણી દરમિયાન જસ્ટિસ જયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે તેમને હાઈકોર્ટમાં જ વહેલી સુનાવણીની માંગ રજૂ કરવાની છૂટ આપી. ભ્રષ્ટાચારના આરોપમાં સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા રાકેશ કુમાર નૈન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ સાથે જોડાયેલા કેસોની સુનાવણી કરતા સ્પેશિયલ જજ હતા. અલાહાબાદ હાઈકોર્ટની ફુલ કોર્ટે તેમને ન્યાયિક ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારના આરોપોમાં દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ નૈનને તાત્કાલિક અસરથી સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા. તેમણે બરતરફી વિરુદ્ધ અલાહાબાદ હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. આ અરજી હજુ પણ પેન્ડિંગ છે. સુનાવણીમાં થઈ રહેલા વિલંબથી પરેશાન થઈને નૈને સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. બેન્ચે તેમની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. બેન્ચની 3 ટિપ્પણીઓ…
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં મોતના 2 ઈન્જેક્શન આપ્યા બાદ પણ મહિલા બચી:ધબકારા ચાલુ જ હતા, ઊંઘમાં નસકોરાં બોલાવી રહી હતી; અંતે મોતની સજા ટળી
    Next Article
    ટ્રેક્ટર, બુલેટ ને જીપમાં સ્ટંટ, VIDEO:ભાજપના ધારાસભ્ય અને પુત્ર ભાન ભૂલ્યા, નવાં ભાડાં વિધેયકનો વિરોધ, ત્રણ દિવસમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment