Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધે શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી:સળગતી હાલતમાં દાંતીવાડાની હોસ્પિટલમાં ઘૂસ્યાં, સ્ટાફે આગ બુઝાવી સારવારમાં ખસેડ્યા

    8 hours ago

    બનાસકાંઠાના દાંતીવાડામાં આજે બપોરે 65 વર્ષના વૃદ્ધે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. જે બાદ તેઓ સળગતી હાલતમાં જ પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. વૃદ્ધને આ સ્થિતિમાં જોઈને હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. કર્મચારીઓએ તરત જ આગ બુઝાવી તેમને પ્રાથમિક સારવાર આપી હતી. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ઘટનાની બે તસવીરો વૃદ્ધને વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા આ ઘટનાને પગલે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હિમાંશુ ગઢવીએ પાંથાવાડા પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી અને તપાસ શરૂ કરી છે. વૃદ્ધની ગંભીર સ્થિતિને કારણે તેમને વધુ સારવાર માટે હાલ પાલનપુર ખસેડવામાં આવ્યા છે. આગ બૂઝાવી વૃદ્ધનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, આજે CHC પાંથાવાડા ખાતે આ વ્યક્તિ આગ લાગેલી હાલતમાં દવાખાનામાં ઘૂસી આવ્યો હતો. જેથી અમે તરત ઘટનાસ્થળ પર પહોંચી અને સ્ટાફની મદદથી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જે બાદ વ્યક્તિનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. તાત્કાલિક એની સારવાર શરૂ કરી હતી. આ વ્યક્તિનું નામ દેવેન્દ્ર વાણિયા છે અને તે પાંથાવાડાનો રહેવાસી છે. લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાત પાંથાવાડા PIના જણાવ્યા મુજબ, દેવેન્દ્રભાઈ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. સંભવતઃ આ બીમારીથી કંટાળીને તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ મેયર દક્ષેશ માવાણીની આકરી ટકોર બાદ પાલિકા તંત્રમાં દોડધામ:6 મહિનાથી ખોરંભે પડેલા કતારગામ રત્નમાલા બ્રિજના બાકી હિસ્સાનું કામ તાબડતોબ શરૂ
    Next Article
    WhatsApp New Parental Controls For Teens: What Parents Can Now Control

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment