Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ ઉપસરપંચ જુસબ કેસર સોઢાનું અચાનક અવસાન:નખત્રાણાના જીંજાય ગામમાં શોકનો માહોલ, પંથકમાં ગમગીની છવાઈ

    9 hours ago

    નખત્રાણા તાલુકાના જીંજાય ગામના પૂર્વ ઉપસરપંચ જુસબ કેસર સોઢાનું અચાનક અવસાન થયું છે. તેમના નિધનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સામાજિક ક્ષેત્રે સક્રિય અને સૌ સાથે આત્મીય સંબંધ ધરાવતા જુસબ સોઢાના અવસાનથી પરિવારજનો અને મિત્રોમાં ઘેરા દુઃખની લાગણી છે.જુસબ કેસર સોઢા જીંજાય ગામમાં સરળ, હસમુખા અને મિલનસાર વ્યક્તિ તરીકે ઓળખાતા હતા. તેમણે જીંજાય ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ તરીકે જવાબદારી નિભાવી હતી. તેઓ ગ્રામ્ય પ્રશ્નો અને સામાજિક પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લેતા હતા. તેમના અચાનક અવસાનના સમાચાર મળતાં જ જીંજાય ઉપરાંત દેશલપર (ગુંતલી), મુરૂ, ધામાય, ચરાખડા સહિતના આસપાસના ગામોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ અને મિત્રોએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અનેક લોકોએ જુસબ કેસર સોઢા સાથેના પોતાના સંબંધો અને સંસ્મરણોને યાદ કર્યા હતા. તેમની સામાજિક સક્રિયતા, સરળ સ્વભાવ અને લોકો સાથેના આત્મીય સંબંધોની યાદ લાંબા સમય સુધી પંથકમાં જીવંત રહેશે.
    Click here to Read More
    Previous Article
    તબીબી બેદરકારીના કારણે મહિલાનું મોત થયાનો આક્ષેપ:રાજકોટની શિવ હોસ્પિટલમાં લિગામેન્ટની સર્જરી સમયે તબિયત લથડી, તબીબે રેર કેસ ગણાવ્યો
    Next Article
    LPG Cylinder Prices Hiked From October 1, Check New Rates

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment