Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તબીબી બેદરકારીના કારણે મહિલાનું મોત થયાનો આક્ષેપ:રાજકોટની શિવ હોસ્પિટલમાં લિગામેન્ટની સર્જરી સમયે તબિયત લથડી, તબીબે રેર કેસ ગણાવ્યો

    10 hours ago

    રાજકોટમાં તબીબની બેદરકારીના લીધે 39 વર્ષીય મહિલાનું મૃત્યુ થયાના આક્ષેપની ઘટનાએ ચકચાર મચી છે. શાપર વેરાવળમાં રહેતા ઇલાબેન નેના પડી ગયા હોવાથી ડાબા ગોઠણની લીગામેન્ટ સર્જરી કરાવવાની હોવાથી શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી શિવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ એન્ટિબાયોટિક આપ્યા બાદ રીએકશન સ્વરૂપે દર્દીને છાતીમાં દુખાવો થયો અને તે પછી બ્લડ પ્રેશર લો થતા દર્દી કોમામાં ચાલ્યું ગયું. જે પછી અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવતા દર્દીનું મૃત્યુ નિપજ્યું. ઓપરેશન તો ન થયું પરંતુ પરિવારજનોને મેડિકલનો રૂ.10 લાખ જેટલો ખર્ચ થઈ ગયો. જેથી પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે તો ડોક્ટરે દવાનું રિએક્શન હોવાનું કહીને આ કેસને રેર ગણાવ્યો છે. ‘એનેસ્થેસિયાનું ઈન્જેકશન આપ્યાની 5 મિનિટમાં દર્દીની હાલત ગંભીર બની’ મૃતક ઇલાબેન નેનાના સગા રાહુલભાઈ ચિત્રોડાએ જણાવ્યું હતું કે, મારા વાઇફના મોટા બેન ઇલાબેન શૈલેષભાઈ નેના છે. જેમની ઉંમર 39 વર્ષની છે. એમને ડાબા પગમાં થોડો પ્રોબ્લેમ હતો. બે મહિના પહેલા ગાડીમાંથી પડી ગયા હતા. જેથી ગાદીમાં ક્રેક જેવું હશે. જેના લીધે નોર્મલ દુખાવો હતો. જેથી શિવ હોસ્પિટલમાં ગત 28 સપ્ટેમ્બરના સવારે 11 વાગ્યા આસપાસ એડમિટ થયા. એડમિટ થયા બાદમાં તેમને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું તેની 5 મિનિટમાં જ પેશન્ટની હાલત ગંભીર થઈ ગઈ અને પેશન્ટ કોમામાં જ જતું રહ્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ ઓપરેશન થાય. માઇનર હોય કે મેજર તો એમાં નોર્મલી બીપી, ડાયાબિટીસ, લંગ્સ આ બધા નોર્મલ રિપોર્ટ તો કરવાના હોય જ. જે આ લોકોએ કરેલા જ હતા. પેશન્ટ એકદમ હેલ્ધી હતું, પેશન્ટ પોતે ચાલતું હતું. એવું નથી કે પથારીવશ હતું. પેશન્ટની ઉંમર 90 વર્ષની પણ નહોતી કે આપણે એવું માની શકીએ કે પેશન્ટની ઉંમર વધારે હતી તો એની એટલી કેપેસિટી નથી કે આ એનેસ્થેસિયાનો ડોઝ સહન કરવાની. પેશન્ટની ઉંમર 39 વર્ષની હતી. પેશન્ટ એકદમ હેલ્ધી હતું તો એનેસ્થેસિયાના ડોઝ પછી જ એને પાંચ જ મિનિટમાં કેમ કોમામાં જતા રહ્યા? અને કોમામાં જતા રહ્યા એ પછી અમને એ લોકોએ આખો દિવસ રાખ્યા ત્યાં. પછી રાતે 10 વાગ્યે એ લોકોએ કીધું કે આપણી પાસે ઈકમો મશીન નથી.જેથી મેડિકેર હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. જ્યાં બે દિવસ રાખ્યા અને ગઈકાલે રાતે 11 વાગ્યે મૃત જાહેર કર્યા. શિવ હોસ્પિટલમાં લિગામેન્ટની જે સર્જરી કરવાના હતા એ કૌશલ પટેલ હતા. પણ એનેસ્થેસિયાનો ડોઝ કોણે આપ્યો એ ખબર નથી. દીકરાના અભ્યાસ માટે રાખેલા પૈસા સારવારમાં ખર્ચાઈ ગયા- મૃતકના સંબંધી શિવ હોસ્પિટલમાં રૂ.98 હજાર તો મેડિકેરમાં રૂ.9 લાખનો ખર્ચ થયો. મારા સાઢુભાઈની કેપેસિટી એટલી બધી નથી કે આટલા બધા ખર્ચા કરી શકે. તે રૂ.35 હજારમાં નોર્મલ કારખાનામાં જોબ કરે છે અને એનો દીકરો અત્યારે ભણે છે. જેની રૂ.12 લાખ MBBSની ફી છે. ફર્સ્ટ યરમાં તેને એડમિશન લીધું છે. જેના માટે જે પૈસા બચાવેલા હતા એ બધા પૈસા આમાં જ જતા રહ્યા.અમારી માંગ એ જ છે કે બીજા કોઈ સાથે આવી ઘટના ન બને અને આ પરિવારને ન્યાય મળે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એની રાહ જોઈએ છીએ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે એમાં જો કંઈ આવશે તો અમે યોગ્ય કાયદેસરની કાર્યવાહી 100% કરશું. શિવ હોસ્પિટલ પર કરશું. આ ઉપરાંત પોલીસમાં એફઆઈઆર દાખલ કરશું. સર્જરી દરમિયાન દર્દીને રિએકશન આવ્યું, તબીબે રેર ઘટના ગણાવી જ્યારે આર્થ્રોસ્કોપી ઓર્થોપેડિક સર્જન ડો.કૌશલ પટેલે જણાવ્યું હતું કે, ઇલાબેન નેને કે જે 38 વર્ષના મહિલા. જે ગયા ગુરુવારે એટલે કે 24 તારીખે ગોઠણના લિગામેન્ટની સર્જરી કરાવવા માટે મારી પાસે આવ્યા હતા. દર્દીને બે મહિનાથી ગોઠણના લિગામેન્ટની તકલીફ હતી. તેમણે એમ્સ હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી. પણ ત્યાંથી દર્દીને બે-ત્રણ રેફરન્સ મળ્યા એટલે તે મારી પાસે શિવ હોસ્પિટલમાં લિગામેન્ટની સર્જરી કરાવવા માટે આવ્યા હતા. જ્યારે પણ લિગામેન્ટની સર્જરી અમે કરીએ અને ઓપરેશન કરવાનું નક્કી થાય તે પહેલા અમે જરૂરી બધા લોહીના રિપોર્ટસ, હૃદયની તપાસ, કિડનીની તપાસ બધું કરાવીએ કે જેથી માલૂમ પડે કે દર્દીને બીજું કોઈ જોખમ નથી. જેથી એ જ દિવસે ગુરુવારે અમે બધા રિપોર્ટ કરાવ્યા અને એના અંતે માલૂમ પડ્યું કે દર્દીને બીજી કોઈ તકલીફ નથી અને આપણે ઓપરેશન કરી શકાય એવું છે. જેથી અમારા રૂટીન નિયમ પ્રમાણે અને દર્દીને ઓપરેશન સોમવારે કરાવવું હતું એટલે અમે એમને સોમવારની તારીખ આપી. સોમવારે જ્યારે અમે સવારે 9 વાગ્યે દર્દી દાખલ કર્યું અને બપોરે 12 વાગ્યે એમનું ઓપરેશન હતું એટલે અમે તેમને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કર્યા. જનરલી જ્યારે ગોઠણના લિગામેન્ટની સર્જરી કરવાની હોય ત્યારે સામાન્ય રીતે અમે કમરમાં ઇન્જેક્શન આપીએ કે જેથી કરીને એના પગ બેભાન થાય અને પછી અમે ઓપરેશન કરી શકીએ પણ જ્યારે કમરનું ઇન્જેક્શન આપ્યું ત્યારે ડોક્ટર અમારા એનેસ્થેટિક ડો. ભાવિક ઘેટિયા હાજર હતા અને તેમણે કમરનું ઇન્જેક્શન આપ્યું. અને કમરના ઇન્જેક્શન આપ્યા પછી એમના પગ ધીમે ધીમે થોડા ખોટા થયા અને પછી જ્યારે અમે સર્જરીની શરૂઆત કરીએ તે પહેલાં સર્જરી રિલેટેડ કોઈ ચેપ ન લાગે કે ઇન્ફેક્શન ન થાય એટલે અમે એન્ટિબાયોટિકનું ઇન્જેક્શન બધા દર્દીઓમાં આપતા જ હોઈએ. આ દર્દીને અમે 1-2 ml જેટલું ઇન્જેક્શન આપ્યું એટલે દર્દીને છાતીમાં ગભરામણ થતા દુખાવાની ફરિયાદ કરી. જેથી અમારા એનેસ્થેટિક ડોક્ટરે જોયું કે છાતીમાં એમને દુખે છે અને થોડું એનું બ્લડ પ્રેશર ઓછું થાય છે. એટલે જેવું બ્લડ પ્રેશર ઓછું થયું એટલે એમને બ્લડ પ્રેશર વધારવાની રૂટીન અમે દવાઓ આપીએ તે એમને દવાઓ આપી પણ અડધી કલાક સુધી દવાઓ આપવા છતાં એમનું બ્લડ પ્રેશર વધ્યું નહીં એટલે અમારી જ હોસ્પિટલના ફિઝિશિયન ઇન્ટેન્સિવિસ્ટ ડો. ધ્રુવ કોટેચા બીજા માળે જ હતા. જેથી ડો.ધ્રુવે જરૂરી બધા લોહીના રિપોર્ટ કરાવ્યા અને થોડી વધારે દવાઓ વધારવાનું કીધું પણ છતાં 1 વાગ્યા સુધી દર્દીનું બ્લડ પ્રેશર વધ્યું નહીં. એટલે 1 વાગ્યે અમને થયું કે હજુ કોઈ બીજા ડોક્ટરની સલાહ લઈએ. એટલે અમારી નજીકની જ હોસ્પિટલ મેડિકેર હોસ્પિટલ છે ત્યાં ડો. રિતેશ મારડિયા જે ફિઝિશિયન ઇન્ટેન્સિવિસ્ટ છે એમને તાત્કાલિક અમે અમારા ઓપરેશન થિયેટરમાં બોલાવ્યા અને એણે પણ બધી તપાસ કરી, થોડા બ્લડ રિપોર્ટસ મોકલાવ્યા અને એવું કીધું કે જો હજુ બ્લડ પ્રેશર વધતું ન હોય તો દર્દીને તમે આઈસીયુમાં શિફ્ટ કરી દયો. જેથી દર્દીને અમે આઈસીયુમાં શિફ્ટ કર્યું. તે બાદ 2 વાગ્યાની આસપાસ એટલે કલાક વીતી ત્યાં જે એમના બ્લડ રિપોર્ટસ મોકલેલા હતા એના બધા રિપોર્ટસ આવવાના ચાલુ થયા. રિપોર્ટસમાં એવું અમને ખબર પડી કે એક જે ઇન્ટરલ્યુકિન-6 (IL-6) કરીને રિપોર્ટ છે તે સ્ટ્રોંગ પોઝિટિવ આવે છે. એનો મતલબ જો તે રિપોર્ટ પોઝિટિવ હોય તો તેનું તારણ એવું કરી શકાય કે અમારી મેડિકલ ભાષામાં કે જે એન્ટિબાયોટિકનું ઇન્જેક્શન આપ્યું એના રિએક્શનના લીધે દર્દીના અંગો એટલે કે એમનું બ્લડ પ્રેશર ઓછું થયું. જે બાદ ધીમે ધીમે એના અંગો કામ કરતા ઓછા થયા. જેને મેડિકલ ટર્મિનોલોજીમાં એનાફાયલેક્ટિક રિએક્શન (Anaphylactic reaction) અમે કહેતા હોઈએ. આવી રેર ઘટના દર્દી સાથે બનેલી છે. આવો કેસ જવલ્લે જ જોવા મળતો હોય છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં સશસ્ત્ર દળના વીરો અને શહીદ પરિવારોનું સન્માન:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કે.એન. શાહ હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજાયો
    Next Article
    પૂર્વ ઉપસરપંચ જુસબ કેસર સોઢાનું અચાનક અવસાન:નખત્રાણાના જીંજાય ગામમાં શોકનો માહોલ, પંથકમાં ગમગીની છવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment