Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુંદરતાની માંગ:મલબો સાફ કરી તુરંત ઇન્ટરલોક કે ફૂટપાથ બનાવવામાં આવે

    13 hours ago

    પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ કામગીરીથી શહેરની શોભા વધશે તે નક્કી છે, પરંતુ કચરો ન ઉપડાતા હાલ સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા કોઈપણ લાગવગ કે દબાણ વગર ઓટલા અને ફૂટપાથ પરના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. દબાણકર્તાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાના પ્રયાસો પણ ચાલુ છે. પરંતુ મુખ્ય સમસ્યા એ સામે આવી છે કે, પંદર દિવસ બાદ પણ જેસીબીથી તોડેલી દુકાનોનો મલબો રસ્તા પર જ પડ્યો છે. ઝુંબેશથી રસ્તાઓ પહોળા થયા છે પરંતુ તોડી પાડેલી કાચી-પાકી દુકાનોનો મલબો અને કાટમાળ ત્યાં જ પડ્યો રહેતા વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક રહીશો અને વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે પાલિકા ત્વરિત આ મલબો ઉપાડીને સફાઈ કરાવે. જો મલબો હટાવ્યા બાદ તુરંત જ નગરપાલિકા ત્યાં ઇન્ટરલોકિંગ બ્લોક કે નવી સુંદર ફૂટપાથ બનાવી દે તો શહેર વધુ રળિયામણું બની શકે તેમ છે. ડેવલપમેન્ટમાં વેસ્ટ મેનેજમેન્ટનું મહત્વ કોઈપણ શહેરમાં બાંધકામ કે તોડફોડથી ઉત્પન્ન થતા કાટમાળને ‘’કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (CD) વેસ્ટ’’ કહેવામાં આવે છે. કેન્દ્રીય અર્બન ડેવલપમેન્ટ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ, આ પ્રકારના મલબાને તુરંત પ્રોસેસિંગ સાઇટ પર ટ્રાન્સફર કરવો જરૂરી છે. જો આ મલબાને યોગ્ય રીતે રિકવરી કરી પ્રોસેસ કરવામાં આવે તો તેમાંથી જ ફરીથી રોડ બેઝ, પેવર બ્લોક કે ઇન્ટરલોક ઇંટો બનાવી શકાય છે, જેનાથી તંત્રનો ખર્ચ પણ ઘટે છે અને પર્યાવરણ પણ જળવાય છે.
    Click here to Read More
    Previous Article
    300 ઉઠકબેઠક કરાવતા વિદ્યાર્થીને કિડની-લીવર પર સોજો આવ્યો:એસાઈમેન્ટ અધૂરું રહેતા જૂનાગઢમાં ડેલ્ટા એકેડેમી ક્લાસિસના સંચાલકોએ સજા આપી, હોસ્પિટલ આવીને સંચાલકોએ ભૂલનો સ્વીકાર કર્યો
    Next Article
    Gujarat Breaking News | 11 વાગ્યા સુધીના સૌથી મોટા સમાચાર | Weather Update | Latest Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment