Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 'બ્લેક ડે' ઉજવ્યો:ગર્લ્સ હોસ્ટેલની સામેની બિલ્ડીંગમાં શ્રમિકના બીભત્સ હરકતના વીડિયો બાદ ગ્રીન નેટ લાગી, ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન થતાં કાળા કપડાં પહેરી વિરોધ

    14 hours ago

    અમદાવાદની જાણીતી નિરમા યુનિવર્સિટી છેલ્લા એક અઠવાડિયાથી સતત વિવાદમાં આવી રહી છે. નિરમા યુનિવર્સિટી કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલની સામે બનતા ગર્લ્સ હોસ્ટેલના નવા બિલ્ડીંગમાં એક શ્રમિકના બીભત્સ હરકતોનો વીડિયો વાઇરલ થયા બાદ કોલેજ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવાને બદલે ગર્લ્સ હોસ્ટેલ પર લીલા કલરની નેટ લગાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સામે વિરોધ ન કરી શકતા સોશિયલ મીડિયા પર કેમ્પિયન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે 1 ઓક્ટોબરે કોલેજમાં કાળા કપડાં પહેરીને ઘટનાની નિંદા કરવા બ્લેક ડે ઉજવવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરવા છતાં કાર્યવાહી નહીં નિરમા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના H-4 બ્લોકમાં રહેતી વિદ્યાર્થિનીઓ સામે નવા બની રહેલા ગર્લ્સ હોસ્ટેલના જ H 5 બ્લોકમાં કામ કરી રહેલા શ્રમિકે બિભત્સ હરકતો કરી હતી, જે અંગેનો વીડિયો લઈને વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી. જેમાં કોઈ ગાર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓને તેમના કપડા વિશે કહેવામાં આવ્યું હતું. એટલું જ નહીં યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ગર્લ્સ હોસ્ટેલ પર લીલા કલરની નેટ લગાવવામાં આવી છે. ઘટનાની નિંદા કરવા કોલેજમાં કાળા કપડાં પહેરીને બ્લેક ડે ઉજવ્યો યુનિવર્સિટીમાં કોઈ વિદ્યાર્થી ફરિયાદ કરે તો તેના જ સામે કડક પગલા લેવાય તે ડરથી ખુલીને કોઈ વિદ્યાર્થીઓ સામે આવી રહ્યા નથી. પરંતુ હવે નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા કેમ્પિયન તરફ વળ્યા છે અને ઈન્સ્ટાગ્રામ પર પેજ બનાવીને લોકોને જોડાવા અપીલ કરી છે. એટલું જ નહીં ગઇકાલથી સોશિયલ મીડિયામાં ગુરુવારે બ્લેક ડે ઉજવવા પણ જણાવવામાં આવ્યું હતું, જેના ભાગ રૂપે આજે 1 ઓક્ટોબરે વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરીને યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ નોંધાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પરમાણુ વિસ્ફોટ પકડવા અમેરિકાએ જમીન નીચે વિસ્ફોટ કર્યા:જમીનના કંપનનો ડેટા એકત્ર કર્યો, ચીન પર છુપાઈને પરમાણુ પરીક્ષણ કરવાનો આરોપ
    Next Article
    બોટાદ પાલિકાએ જાહેરમાં કચરો ફેંકનારા 11 લોકોને દંડ કર્યો:5 દિવસમાં 9,600 રૂપિયા વસૂલ્યા; હવે 500 રૂપિયા દંડ થશે, સ્વચ્છતા માર્શલ પણ નજર રાખશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment