Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવતર લેન્ડ ગ્રેબીંગ:જામનગરમાં જાહેર રસ્તાઓ પર ખાનગી‎કબજો, લોખંડના ગેટ મૂકી શેરીઓ પૂરી દીધી‎

    20 hours ago

    ​જામનગર શહેરમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે જાહેર રસ્તાઓ અને શેરીઓ પર ખાનગી માલિકી હક્ક જમાવવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સામાન્ય નાગરિકો માટે વપરાતા રસ્તાઓ પર લોખંડના ગેટ, પોલ અને ગેરકાયદે કમ્પાઉન્ડ ઊભા કરી દેવામાં આવ્યા છે, છતાં તંત્ર મૌન પ્રેક્ષક બનીને બેઠું છે. ​શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં સોસાયટીઓ કે અમુક લોકોએ જાહેર શેરીઓને પોતાની ખાનગી મિલકત સમજી લોખંડના મોટા ગેટ મૂકી દીધા છે. રસ્તાની વચોવચ પોલ ખોડી દેવાતા સામાન્ય રાહદારીઓ તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઈમરજન્સી સેવાઓ માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. ​સૌથી ગંભીર બાબત એ છે કે ટીપી સ્કીમ અને મ્યુનિસિપલ રેકોર્ડ મુજબના જાહેર રસ્તાઓ જમીન પરથી ગાયબ થઈ ગયા છે. શાળા સંચાલકો અને ખાનગી સંસ્થાઓએ સરકારી રસ્તાઓને પોતાની કમ્પાઉન્ડ વોલ અંદર આવરી લઈ ગેરકાયદે કબ્જો કરી લીધો છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની આ ચુપકીદી સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે અને તાત્કાલિક ધોરણે દબાણો દૂર કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. નાગરિકોની મુખ્ય માંગણીઓ ​ સમગ્ર શહેરમાં સર્વે: મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે તમામ જાહેર રસ્તાઓનું ડ્રોન કે સ્થળ સર્વે કરાવે. ઈમરજન્સી સમયે મોટા અકસ્માતની ભીતિ જાહેર શેરીઓ પર ગેટ અને પોલ મારી દેવાતા સૌથી મોટું જોખમ ઈમરજન્સી સેવાઓ માટે ઊભું થયું છે. જો કોઈ વિસ્તારમાં આગ લાગે કે દર્દીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાનો થાય, તો ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી. તંત્રની આ લાપરવાહી કોઈ મોટો જાનમાલનો અકસ્માત સર્જે તે પહેલાં જાગવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બનતા અખિલેશ યાદવ હાજર રહ્યા:રિલાયન્સના ધનરાજ નથવાણીએ રાજ્યસભા માટે યુપીથી ફોર્મ ભર્યું
    Next Article
    ઘરે પહોંચી હાથ પકડી શારીરિક સંબંધની માંગણી કરી‎:વકીલે મહિલા-13 વર્ષની સગીરાની છેડતી કરી, પોક્સો હેઠળ ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment