Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીઓના વાલીઓ ચેતજો!:વડોદરામાં પ્રેમજાળ અને લગ્નની લાલચ આપી સગીરાઓ પર દુષ્કર્મ આચરનારા બે યુવકોની ધરપકડ

    8 hours ago

    વડોદરા શહેરમાં દીકરીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી દુષ્કર્મની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. શહેરના દિવાળીપુરા અને માંજલપુર વિસ્તારમાં પ્રેમજાળ અને લગ્નની લાલચ આપીને બે સગીરાઓને હવસનો શિકાર બનાવવામાં આવી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. આ બંને ગંભીર ઘટનાઓમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને પોક્સો એક્ટ હેઠળ આકરી કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીપુરામાં લગ્નની લાલચ આપી 28 વર્ષીય યુવકે આચર્યું દુષ્કર્મ પ્રથમ ઘટનાની વિગતો અનુસાર, શહેરના દિવાળીપુરા વિસ્તારમાં મજૂરી કામ કરતો 28 વર્ષીય રાજાભાઈ રમેશભાઈ ચૌહાણ તેના જ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાના સંપર્કમાં આવ્યો હતો. આ નરાધમે સગીરાને લગ્નની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી હતી. આશરે છ મહિના પહેલાં તે સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી રાજા ચૌહાણ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. હાલમાં પોલીસે આરોપીના રિમાન્ડની પ્રક્રિયા પૂર્ણ કરી તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધો છે. માંજલપુરમાં 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી કોલેજિયન યુવકે પીંખી દુષ્કર્મની બીજી ઘટના શહેરના માંજલપુર વિસ્તારમાં બની છે, જ્યાં 18 વર્ષીય કોલેજિયન યુવકે 10માં ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. માંજલપુરમાં રહેતા જૈમીન માળી નામના 18 વર્ષીય યુવકે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બંને છેલ્લા એકાદ મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા. આ દરમિયાન જૈમીન સગીરાને મળવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાના પરિવારજનોને આ બંનેના સંબંધો અને આ કૃત્યની જાણ થતાં તેઓના પગતળેથી જમીન ખસી ગઈ હતી. પરિવારે ભારે હૈયે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી જૈમીન માળીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આંતરરાજ્ય ઘરફોડ ચોરીના ગુનામા સંડોવાયેલા બે આરોપી ઝડપાયા:મંગલુરુમાં મકાનમાંથી ચોરેલા સોના-ચાંદીના દાગીના સહિત મુદ્દામાલ જપ્ત, દાગીના લઈને દિલ્હી જઈ રહ્યા હોવાનું કબૂલ્યું
    Next Article
    Blocked By Minor, 31-Year-Old Mumbai Man Flew To US To Stalk Her, Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment