Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાજ્ય ઘરફોડ ચોરીના ગુનામા સંડોવાયેલા બે આરોપી ઝડપાયા:મંગલુરુમાં મકાનમાંથી ચોરેલા સોના-ચાંદીના દાગીના સહિત મુદ્દામાલ જપ્ત, દાગીના લઈને દિલ્હી જઈ રહ્યા હોવાનું કબૂલ્યું

    7 hours ago

    પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં મુસાફરોની સુરક્ષા અને મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા ચલાવવામાં આવી રહેલા 'મિશન સેફ સ્ટેશન' અંતર્ગત રેલવે એલસીબી, એસઓજી અને વડોદરા રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ટ્રેન નં. 12217 કેરળ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જ્યારે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.4 પર આવી ત્યારે એમ-1 કોચના કોરિડોરમાં આ બંને શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતાં તેઓ ગભરાઈ ગયા હતા અને સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આથી તેમને સામાન સાથે નીચે ઉતારી એલસીબી કચેરી ખાતે લાવી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. મંગલુરુના મકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત પોલીસની આકરી પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ મંગલુરુ સિટીમાં એક રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી કરીને સોના-ચાંદીના દાગીના લઈને દિલ્હી જઈ રહ્યા હતા. પોલીસે બંને આરોપીઓ અરમાનખાન શૌકિનખાન ખાન (ઉં.34, રહે. ગોકલપુરી, નોર્થ-ઇસ્ટ દિલ્હી) અને સંજીવકુમાર ઉર્ફે જોની વિષ્ણુ ઠાકુર (ઉં.34, રહે. સુલ્તાનપુરી, ન્યુ દિલ્હી) પાસેથી રૂ. 48 હજાર રોકડા, સોના-ચાંદીના દાગીના, ઇમિટેશન જ્વેલરી, મોબાઇલ ફોન, કાંડા ઘડિયાળ અને ટ્રોલીબેગ મળી કુલ રૂ. 19.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મંગલુરુ નોર્થ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી અરમાનખાનનો લાંબો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી અરમાનખાન સામે મુંબઈના ખાર, ગોરેગાવ, અંબોલી અને માહિમ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત ગોવાના વેર્ના પોલીસ સ્ટેશન, બેંગલુરુના અશોકનગર અને જીવનભીમાનગર તેમજ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં પણ તે અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. જ્યારે બીજા આરોપી સંજીવકુમાર સામે પણ નોર્થ-ઇસ્ટ દિલ્હીના જ્યોતિનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખૂલવા પામ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Brian Kelly Sends Luke Fickell Strong Message After Wisconsin’s Penn State Win
    Next Article
    દીકરીઓના વાલીઓ ચેતજો!:વડોદરામાં પ્રેમજાળ અને લગ્નની લાલચ આપી સગીરાઓ પર દુષ્કર્મ આચરનારા બે યુવકોની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment