Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ જનરક્ષક વાહને રાહદારીને અડફેટે લીધો:બંને પગમાં ફ્રેક્ચર, ખાનગી ડ્રાઇવર સામે ગુનો દાખલ, પોલીસે કોન્ટ્રાક્ટ ડ્રાઇવરને આપી નોટિસ

    6 hours ago

    સુરતના પોશ વિસ્તાર ગણાતા ઉમરા પોલીસ સ્ટેશન હદમાં 112 પોલીસ જનરક્ષક વાહને એક રાહદારીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. 27 સપ્ટેમ્બરે બપોરે આશરે દોઢ વાગ્યે વીઆર મોલ સામે બીઆરટીએસ બસ સ્ટેશન નજીક આ ઘટના બની હતી. ભોગ બનનાર વ્યક્તિ વીઆર મોલથી જમવા માટે ઘરે જઈ રહ્યા હતા ત્યારે બીઆરટીએસ રોડ પર પગપાળા રસ્તો ઓળંગતી વખતે ડુમસ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા જનરક્ષક વાહન (GJ-18-BX-0831)ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી દીધી હતી. ઈજાગ્રસ્તના બંને પગમાં ફ્રેક્ચર, માથા અને મોઢા પર ગંભીર ઈજાઓ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ આધેડ રસ્તા પર પટકાયા હતા. આ દુર્ઘટનામાં તેમના બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થઈ ગયું હતું. આ ઉપરાંત જમણી કોણી, મોઢાના ભાગે છોલાવાથી ઈજાઓ થઈ હતી તેમજ માથામાં પણ ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઉમરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281, 125(A), 125(B) તેમજ મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 15 દિવસ પહેલાં જ કોન્ટ્રાક્ટ પર મુકાયેલા ખાનગી ડ્રાઈવરને BNS હેઠળ નોટિસ ઉમરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, 15 દિવસ અગાઉ પીસીઆર વાનનો જે નવો લોટ આવ્યો હતો તેના માટે એજન્સી મારફતે ખાનગી ચાલકને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યો હતો. આરોપી ચાલક તાપી જિલ્લાના ભીટકૂડ ગામનો વતની છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 35(3) મુજબ, 7 વર્ષ સુધીની સજા ધરાવતા ગુનાઓમાં સીધી ધરપકડ કરવાને બદલે તપાસમાં સહકાર આપવા માટે આરોપીને પહેલા નોટિસ આપવાની જોગવાઈ છે. આ નિયમ હેઠળ પોલીસે આરોપી ચાલકને કાયદેસરની નોટિસ પાઠવી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભારતે પહેલીવાર 400+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો:કેપ્ટન ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી, નોટઆઉટ 223 રન ફટકાર્યા, રોહિતની 35મી સદી; WI સામે સિરીઝ જીતી
    Next Article
    મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 497.78 કરોડના વિકાસ કામોને મળી મંજૂરી:EWS આવાસ, ફોરલેન રોડ, હેરિટેજ ડાઇનિંગ હોલ, રો-વોટર સંપ સહિત 39 કામોને મંજૂરીની મહોર લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment