Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 497.78 કરોડના વિકાસ કામોને મળી મંજૂરી:EWS આવાસ, ફોરલેન રોડ, હેરિટેજ ડાઇનિંગ હોલ, રો-વોટર સંપ સહિત 39 કામોને મંજૂરીની મહોર લાગી

    6 hours ago

    ભાવનગર શહેરના વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારો માટે કુલ રૂ. 497.78 કરોડના 39 જેટલા વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ માટેના EWS આવાસો અને શહેરની સ્વચ્છતા માટેના વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. અધેવાડા અને સિદસરમાં બનશે 2700 થી વધુ નવા EWS આવાસો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગરીબ પરિવારોને પોતાનું ઘર મળી રહે તે હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે આવાસ યોજનાઓને લીલીઝંડી અપાઈ છે. જેમાં અધેવાડા ખાતે રૂ. 83.60 કરોડના ખર્ચે 579 EWS-2 આવાસ, રૂ. 90.35 કરોડના ખર્ચે 628 EWS-2 આવાસ અને રૂ. 104.71 કરોડના ખર્ચે 704 EWS-2 આવાસોનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, સિદસર ખાતેના વિવિધ ફાઇનલ પ્લોટમાં રૂ. 125.33 કરોડના ખર્ચે 860 જેટલા EWS-1 અને EWS-2 આવાસો બનાવવામાં આવશે. સોલિડ વેસ્ટ અને વોટર મેનેજમેન્ટ માટે કરોડોના પ્રોજેક્ટ પાસ શહેરમાંથી એકત્ર થતા કચરાના યોગ્ય નિકાલ અને પ્રોસેસિંગ માટે પણ મસમોટા બજેટની ફાળવણી કરાઈ છે. મહાનગરપાલિકા વિસ્તારમાંથી જનરેટ થતા ભીના કચરાના પ્રોસેસિંગ માટે રૂ. 52.71 કરોડના ખર્ચે (3 વર્ષના OM કામ સહિત) 200 ટન ક્ષમતાનો 'વેસ્ટ-ટુ-કમ્પોસ્ટ પ્લાન્ટ' સ્થપાશે. તેમજ કચરાના કોમ્પેક્શન અને ટ્રાન્સપોર્ટેશન માટે રૂ. 20.33 કરોડના ખર્ચે 200 ટન કેપેસિટીનું 'રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન' ઊભું કરાશે. પીવાના પાણીની સુવિધા સુધારવા પશ્ચિમ ઝોનમાં સિદસર ફિલ્ટર પ્લાન્ટ પાસે રૂ. 15.19 કરોડના ખર્ચે 24 ML ક્ષમતાનો રો-વોટર સંપ (2 વર્ષના OM સાથે) બનાવવામાં આવશે. રોડ-રસ્તા, બ્યુટિફિકેશન અને હેરિટેજ ડાઇનિંગ હોલનું નિર્માણ થશે આ મોટા પ્રોજેક્ટ્સ ઉપરાંત શહેરમાં અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુશોભનના કામોને પણ મંજૂરી અપાઈ છે જેમાં મુખ્યત્વે: આમ, તમામ પ્રોજેક્ટ્સ મળીને કુલ રૂ. 497,78,51,107 ના આ 39 વિકાસ કાર્યોની મંજૂરી અપાતા આગામી સમયમાં શહેરની માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ જનરક્ષક વાહને રાહદારીને અડફેટે લીધો:બંને પગમાં ફ્રેક્ચર, ખાનગી ડ્રાઇવર સામે ગુનો દાખલ, પોલીસે કોન્ટ્રાક્ટ ડ્રાઇવરને આપી નોટિસ
    Next Article
    વાડજ મ્યુનિ. શાળાને મળ્યું કોમ્પ્યુટર:ગ્રેટ વેવ ટ્રસ્ટ અને રાહી ફાઉન્ડેશનના સહયોગથી શાળાને ભેટ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment