Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુવારનું રાશિફળ:વૃષભ રાશિની મહેનત રંગ લાવશે, મીન રાશિને રોકાણથી લાભ; તુલા રાશિએ મિલકત સંબંધિત વિવાદ ટાળવો

    10 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 01 ઓક્ટોબર 2026, ગુરુવારના રોજ ભાદરવા વદ પાંચમ/છઠ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃષભ છે. રાહુકાળ બપોરે 01:57 થી 03:26 સુધી રહેશે.. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આજે તમે તમારી સૂઝબૂઝ અને યોગ્યતા દ્વારા કોઈ એવું કામ કરી જશો, જેનાથી તમે જાતે પોતાના પર ગર્વ અનુભવશો. લાગણીના બદલે પ્રેક્ટિકલ રીતે પોતાના કાર્યોને પૂરા કરો. સમાજ અને નજીકના સગા-સંબંધિઓ વચ્ચે તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે. નેગેટિવ- સાંભળેલી વાતો પર ધ્યાન ન આપીને કોઈ પણ સમસ્યા પ્રત્યે ઊંડાણથી વિચાર-વિમર્શ કરો અને તેનો ઉકેલ શોધો. વર્તમાન પરિસ્થિતિઓને કારણે મનમાં કોઈ અણબનાવ બનવાની આશંકાનો ભય રહેશે. તમારું મનોબળ મજબૂત બનાવી રાખો. વ્યવસાય- વ્યવસાયમાં આવકની સ્થિતિ અત્યારે સામાન્ય જ રહેશે. આ સમય ધીરજ અને શાંતિથી વિતાવવાનો છે. કોઈ પણ મુશ્કેલી આવે તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ યોગ્ય સાબિત થશે. અને તમને વ્યવસાય સંબંધિત ઉત્તમ જાણકારીઓ પણ મળશે. લવ- પારિવારિક સ્થિતિ ખુશહાલ જળવાઈ રહેશે. લગ્નેતર સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય- અસંતુલિત ખાવા-પીવાથી બચો. પેટ સંબંધિત પરેશાની રહેવાથી દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહેશે. લકી કલર- ગુલાબી લકી નંબર- 1 પોઝિટિવ- આજે તમને તમારી મહેનતના સકારાત્મક પરિણામો મળવાના છે, જેનાથી તમે ખૂબ જ રાહત અને ખુશી અનુભવશો. કેટલાક સમયથી તમે તમારામાં અદ્ભુત પરિવર્તન પણ અનુભવી રહ્યા હશો. જો આજે કોઈ મીટિંગ નક્કી હોય, તો પૂરા આત્મવિશ્વાસ સાથે જાઓ. તમને સફળતા મળશે. નેગેટિવ- આવકની સરખામણીએ ખર્ચની અધિકતા રહેશે. જેના કારણે ચિંતા રહી શકે છે. લેવડ-દેવડના મામલામાં સાવચેતી રાખો. તથા વિપરીત વિચારધારા ધરાવતા લોકોના સંપર્કમાં ન રહો, નહીંતર તમારું માન-સન્માન પણ પ્રભાવિત થઈ શકે છે. વ્યવસાય- કારોબારી મામલાઓમાં આ સમયે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચો. વ્યવસાયિક મહિલાઓ માટે સમય અનુકૂળ છે, પરંતુ પોતાની કાર્યપ્રણાલીને કોઈની સામે વધુ પડતી શેર ન કરો. વિદેશ સંબંધિત વ્યવસાયમાં પણ શુભ તકો મળી શકે છે. લવ- તમારા વ્યસ્ત સમયમાંથી થોડો સમય પરિવાર માટે પણ વિતાવો. આનાથી પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય- ખરાબ ખાવા-પીવાના કારણે પાચનક્રિયા ડિસ્ટર્બ રહેશે. યોગ્ય આહાર લો. લકી કલર- પીળો લકી નંબર- 2 પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અડચણોને દૂર કરવામાં સફળ રહેશો. જેનાથી તમારામાં આત્મસંતોષની પણ ભાવના રહેશે. રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં વિશેષ યોગદાન રહેશે. કાર્યભાર વધુ રહેશે પરંતુ તેના પરિણામ પણ ઉત્તમ જ મળશે. નેગેટિવ- ઘરની વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવા માટે કઠોર નિર્ણયો ન લો. પરંતુ ધીરજપૂર્વક પરિસ્થિતિઓને સકારાત્મક બનાવો. નાની-નાની વાતો પર ખોટું લગાડવું યોગ્ય નથી. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય- કાર્યક્ષેત્ર પર કર્મચારીઓની બેદરકારીના કારણે તમારા પર કામનું દબાણ ખૂબ વધુ રહેશે. કોઈ અનુભવી અથવા રાજકીય વ્યક્તિની સલાહ ચોક્કસ લો. ઓફિસમાં નોકરી સંબંધિત બાબતોમાં પણ તમારે તમારા તાબાના કર્મચારીઓ પ્રત્યે કડક વલણ રાખવું પડશે. લવ- જીવનસાથી અને પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે. તથા પરસ્પર સંબંધો પણ સૌહાર્દપૂર્ણ બની રહેશે. પ્રેમ સંબંધો ગાઢ બનશે. સ્વાસ્થ્ય- ખાવા-પીવામાં અનિયમિતતાના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા પરેશાન કરશે. ખાનપાનમાં સંયમ રાખો. વ્યવસ્થિત દિનચર્યા રાખવી પણ જરૂરી છે. લકી કલર- ક્રીમ લકી નંબર- 5 પોઝિટિવ- પોતાની દિનચર્યાને વ્યવસ્થિત રાખતા તમે મોટાભાગના મહત્વપૂર્ણ કામ સમયસર પતાવી લેશો. અને અન્ય પ્રવૃત્તિઓ પર પણ પોતાની ઉપસ્થિતિ રાખશો. વિશેષ કરીને મહિલાઓ પોતાને સાબિત કરવામાં સફળ રહેશે. વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. નેગેટિવ- ધ્યાન રાખો કે કોઈ પણ અજાણી વ્યક્તિ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરવો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જોકે કામકાજ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવો એક પડકાર પણ રહેશે. દેખાડાના ચક્કરમાં ખર્ચ વધારવો યોગ્ય નથી. વ્યવસાય- કારોબારમાં કોઈ નવા કામને લઈને ચાલી રહેલા પ્રયાસોમાં આજે સફળતા મળવાની છે. પરંતુ કોઈ નવી મશીનરી અથવા ટેકનોલોજી વગેરેનો ઉપયોગ કરતા પહેલા તેના વિશે યોગ્ય જાણકારી ચોક્કસ મેળવી લો. પોતાના સ્ટાફ અને કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો. લવ- ઘરનું વાતાવરણ વ્યવસ્થિત અને ખુશહાલ રહેશે. પાર્ટનરની લાગણીઓની અણગણના ન કરો તથા પોતાના પ્રેમ સંબંધોનું પ્રદર્શન કરવાથી પણ બચો. સ્વાસ્થ્ય- પોલ્યુશન અને ઈન્ફેક્શનથી પોતાનો બચાવ રાખો. શરદી-ઉધરસ જેવી સમસ્યા થઈ શકે છે. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- અંગત જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. આજે બહારની પ્રવૃત્તિઓને સ્થગિત કરીને ઘર પર જ પોતાની નાણાકીય યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત રાખો. તમારા કાર્યો પૂરા થશે. કોઈ પણ પ્રકારના માંગલિક આયોજનમાં ઉત્સાહભેર ભાગ લેવો ખુશી આપશે. નેગેટિવ- ક્યારેક તમારો શંકાસ્પદ સ્વભાવ તમારા અને પરિવાર બંને માટે સમસ્યાઓ ઊભી કરી દે છે. સમય અનુસાર પોતાનામાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. વિદ્યાર્થીઓને પોતાના કોઈ વિષયમાં સમસ્યા આવવાના કારણે ચિંતા રહેશે. શિક્ષકની મદદ લેવામાં સંકોચ ન કરો. વ્યવસાય- વ્યવસાયમાં નવોત્સાહ લાવવા માટે કેટલીક યોજનાઓ અમલમાં મુકાશે. પરંતુ પોતાની કાર્યપ્રણાલી અને પ્રવૃત્તિઓને કોઈની પણ સામે શેર ન કરો એટલે કે ગુપ્ત રાખો. નહીંતર કોઈ તેનો ગેરફાયદો ઉઠાવી શકે છે જેના કારણે તમને નુકસાન જ પહોંચશે. લવ- પરિવારજનોનો સહયોગ અને સમર્થન જળવાઈ રહેશે પરંતુ પારિવારિક બાબતોમાં વધુ પડતો હસ્તક્ષેપ ન કરો. સ્વાસ્થ્ય- વધુ પડતો તણાવ લેવાના કારણે થોડો માનસિક થાક અનુભવાશે. તેથી સમયાંતરે આરામ કરવો પણ જરૂરી છે. થોડો સમય મનોરંજનમાં પણ ચોક્કસ વિતાવો. લકી કલર- કેસરી લકી નંબર- 6 પોઝિટિવ- ગ્રહ ગોચર ખૂબ જ અનુકૂળ છે. યોજનાબદ્ધ રીતે પોતાના કાર્યો પૂરા કરો. પોતાના સંપર્કો વધારો. નિશ્ચિત જ તમને સફળતા મળશે. કોઈ નજીકના સંબંધીને ત્યાં સમારંભ વગેરેમાં જવાનું નિમંત્રણ પણ મળશે. નેગેટિવ- કોઈ પણ ફાઇનાન્સ સંબંધિત કાર્ય કરતી વખતે બેદરકારી ન દાખવો. આ સમયે નુકસાન થવાની પ્રબળ સ્થિતિ બની રહી છે. બીજાની વાતોમાં આવ્યા વગર પોતાના નિર્ણયને જ પ્રાથમિકતા આપો. પોતાના નજીકના સંબંધીઓ સાથે સંબંધોમાં મધુરતા બનાવી રાખો. વ્યવસાય- વ્યવસાયમાં વધારાની આવકનું કોઈ સાધન બનવાનું છે. પાર્ટનરશિપ કરવાનો પ્લાન બની રહ્યો છે, તો આ ડીલ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. મોટાભાગનો સમય માર્કેટિંગ અને બહારની પ્રવૃત્તિઓમાં જ વિતી જશે. નોકરીમાં લોકો પોતાના કાર્યભારથી સંતુષ્ટ રહેશે. લવ- પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે. સંતાનના શિક્ષણ અને કરિયર સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ તમે સહયોગ આપી શકશો. સ્વાસ્થ્ય- ખાવા-પીવામાં બેદરકારી રહેવાથી પેટ સંબંધિત તકલીફો આવશે. વ્યવસ્થિત દિનચર્યા રાખો. લકી કલર- લીલો લકી નંબર- 7 પોઝિટિવ- ઘરમાં નજીકના સંબંધીઓની અવરજવર રહેશે. આજે લેવાયેલો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થવાનો છે. તેથી નકામી પ્રવૃત્તિઓમાંથી ધ્યાન હટાવીને પોતાના કાર્યો પર જ સમર્પિત રહો. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવમાંથી રાહત મળશે. નેગેટિવ- બિનજરૂરી લોકોના સંપર્કમાં ન રહો અને સમયની કિંમત ઓળખો. નજીકના સંબંધોમાં સ્વાર્થની ભાવના નજરે પડશે. કોઈ જૂની મિલકત સંબંધિત સમસ્યા પણ ઊભી થઈ શકે છે. એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ વિચાર-વિમર્શ કરતી વખતે અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરો. વ્યવસાય- વ્યવસાયમાં કોઈ નવા કામની શરૂઆત થવાની શક્યતા છે. સાથે જ લાભની નવી શક્યતાઓ પણ બનશે. પરંતુ વર્કર્સની પ્રવૃત્તિઓને નજરઅંદાજ ન કરો. રોજગાર મેળવવા માટે પ્રયાસ કરી રહેલા લોકોને કોઈ તક મળશે. ઓફિસનું વાતાવરણ પણ શાંતિપૂર્ણ રહેશે. લવ- વૈવાહિક સંબંધો સુમધુર રહેશે. સાથે જ મિત્રો સાથે કોઈ પારિવારિક ગેટ-ટુગેધર પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય- ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સંબંધિત પરેશાની વધી શકે છે, બેદરકારી ન દાખવો. લકી કલર- સફેદ લકી નંબર- 1 પોઝિટિવ- પારિવારિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ પોતાની હાજરી અનિવાર્ય રાખો. તમારી પ્રતિભા અને ક્ષમતાઓ લોકો સામે ઉજાગર થશે. ઘરના નવીનીકરણ સંબંધિત યોજનાઓ પણ બનશે. અને રોજિંદી કંટાળાજનક દિનચર્યામાંથી પણ રાહત મળશે. નેગેટિવ- કોઈ પારિવારિક સભ્ય સાથે થોડા મનદુઃખની સ્થિતિ બની શકે છે, શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવો. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા તેના તમામ પાસાઓ પર વિચાર ચોક્કસ કરી લો. બિનજરૂરી કાર્યો પર તમારો સમય બગાડો નહીં. વ્યવસાય- વર્તમાન કારોબારી સ્થિતિ પર જ ધ્યાન આપો. આ સમયે કોઈ નવું કામ કે યોજના સફળ નહીં રહે. મહેનત વધુ અને પરિણામ ઓછું જેવી સ્થિતિ બની રહેલી છે. કાર્યસ્થળ પર કોઈની સાથે વગર વાતે વાદ-વિવાદ પણ થઈ શકે છે. એટલા માટે કાર્યક્ષેત્ર પર પોતાનું નિયંત્રણ બનાવી રાખો. લવ- પતિ-પત્નીના સંબંધમાં ખાટી-મીઠી નોકઝોંક રહેશે. આ પછી પરસ્પર સંબંધોમાં વધુ નિકટતા આવશે. સ્વાસ્થ્ય- આયુર્વેદિક વસ્તુઓને પોતાના ખોરાકમાં ચોક્કસ સામેલ કરો. ગેસ અને પેટ દર્દ સંબંધિત ફરિયાદ રહેશે. ખાવા-પીવા પર નિયંત્રણ રાખો. લકી કલર- ગુલાબી લકી નંબર- 4 પોઝિટિવ- તમારા પ્રયાસોથી મોટાભાગના કામ યોજનાબદ્ધ રીતે પૂરા થતા જશે. પોતાના લોકોનો સાથ અને સમયની અનુકૂળતા તમારા આત્મવિશ્વાસને વધુ વધારશે. થોડો સમય ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિતાવવાથી માનસિક અને આત્મિક શાંતિ જળવાઈ રહેશે. નેગેટિવ- અજાણ્યા લોકો સાથે સંપર્કો ન વધારો. ન તો કોઈ બહારની વ્યક્તિનો હસ્તક્ષેપ પોતાના પરિવાર પર થવા દો. નકામી પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાથી નુકસાન જ થશે. વાહન સાવચેતીપૂર્વક ચલાવો. વ્યવસાય- વેપારમાં આ સમયે માર્કેટિંગ સંબંધિત કાર્યો પર વધુ ધ્યાન આપો. કોઈ કર્મચારીની નકારાત્મક પ્રવૃત્તિના કારણે કંઈક અડચણો પણ ઊભી થઈ શકે છે. વિસ્તાર સંબંધિત યોજનાઓ પર ફરીથી ધ્યાન આપવાની જરૂર છે. નોકરીમાં પ્રોજેક્ટને લઈને કેટલીક ગેરસમજ રહેશે. લવ- પારિવારિક સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. લગ્નેતર સંબંધ તમારી મુશ્કેલીઓને વધુ વધારી શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ વર્તમાન વાતાવરણના કારણે બેદરકારી બિલકુલ ન દાખવો. પોતાની દિનચર્યા વ્યવસ્થિત રાખો. લકી કલર- પીળો લકી નંબર- 3 પોઝિટિવ- તમે તમારી સૂઝબૂઝથી કોઈ સમસ્યા ઉકેલવામાં સક્ષમ રહેશો તથા તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. પોતાની પ્રતિભા અને ક્ષમતાને બીજાની સામે પ્રદર્શિત કરવાની તકો પણ મળશે. બાળકોની સકારાત્મક પ્રવૃત્તિઓના કારણે રાહત અને શાંતિ રહેશે. નેગેટિવ- શેર, તેજી-મંદી વગેરે જેવા જોખમી કાર્યોથી દૂર રહો. નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. કોઈની પાસે વધુ અપેક્ષાઓ ન રાખો પરંતુ પોતાની કાર્યક્ષમતા અને યોગ્યતા પર જ વિશ્વાસ રાખો. લાગણીઓમાં આવીને કોઈના પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. વ્યવસાય- વ્યવસાયિક કાર્યપ્રણાલી અને પ્રવૃત્તિઓને કોઈની પણ સાથે શેર ન કરો. કાર્યસ્થળના જ કોઈ કર્મચારી દ્વારા નુકસાન થવાની આશંકા છે. આ સમયે માર્કેટિંગ સંબંધિત કાર્યોને સ્થગિત રાખીને કાર્યક્ષેત્રમાં જ પોતાની હાજરી રાખો. નોકરીયાતોને કોઈ ખાસ ઓથોરિટી મળી શકે છે. લવ- ઘરનું વાતાવરણ ખુશહાલ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય- વર્તમાન મોસમની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. વ્યવસ્થિત અને સંયમિત દિનચર્યા રાખો. લકી કલર- કેસરી લકી નંબર- 7 પોઝિટિવ- ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે. કોઈ પૈતૃક સંપત્તિ સંબંધિત મામલો ચાલી રહ્યો હોય, તો આજે તેનો ઉકેલ મળશે. જેના કારણે માનસિક શાંતિ રહેશે. બાળકોની પ્રવૃત્તિઓ અને અભ્યાસ પ્રત્યે એકાગ્રતા જોઈને તમે શાંતિ અને રાહત અનુભવશો. નેગેટિવ- કંઈક ને કંઈક પડકારો પણ સામે આવશે. સારું રહેશે કે તમારા મહત્વપૂર્ણ કાર્યોની યોગ્ય રૂપરેખા બનાવી લો. કોઈની ખોટી સલાહ પર અમલ કરવો તમારા માટે નુકસાનકારક રહેશે. તેથી કોઈ પણ નિર્ણય વિચાર-વિમર્શ કરીને લો. વ્યવસાય- કારોબારમાં વિસ્તાર સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવાનો વિચાર બનશે. પરંતુ કોઈ પણ પ્રકારનું જોખમ ન લો અને ન તો ક્યાંય રોકાણ કરો. નોકરીમાં પોતાના ટાર્ગેટને મેળવવામાં સફળતા મળશે. લવ- પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. નકામી મિત્રતાથી પોતાને દૂર જ રાખો. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને દિનચર્યા અસ્ત-વ્યસ્ત થઈ શકે છે. લકી કલર- સફેદ લકી નંબર- 3 પોઝિટિવ- ફાઇનાન્સ સંબંધિત પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે અને આ સમયે ક્યાંક રોકાણ કરવું ફાયદાકારક રહેશે. બીજા પાસેથી સલાહ લેવાની જગ્યાએ પોતાના મનનો અવાજ સાંભળો અને તેના પર અમલ કરો. આનાથી તમે ઉત્તમ રીતે પોતાના કાર્યોને અંજામ આપી શકશો. કોઈ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. નેગેટિવ- ધ્યાન રાખો કે બીજાના મામલામાં હસ્તક્ષેપ કરવાથી તમે પોતે કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. ક્યારેક આળસ હાવી થવાથી તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે. તેથી પોતાની કાર્યક્ષમતા અને મનોબળ જાળવી રાખો. વ્યવસાય- કાર્યસ્થળ પર મહેનત અનુસાર અનુકૂળ પરિણામ મળશે. પરંતુ આંતરિક વ્યવસ્થા અને કાર્યપ્રણાલીમાં ફેરફાર લાવવાની જરૂર છે. આંતરિક વ્યવસ્થા બહેતર બનાવવા માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું પણ યોગ્ય રહેશે. ઓફિસમાં ફાઇલો અને દસ્તાવેજો સાચવવામાં બેદરકારી નુકસાનકારક સાબિત થઈ શકે છે. લવ- ઘરમાં શાંતિભર્યું વાતાવરણ રહેશે. નકામા પ્રેમ સંબંધોમાં પોતાનો સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય- વધુ ભાગદોડના કારણે થાક અને નબળાઈ રહી શકે છે. પોતાના આરામ પર પણ ધ્યાન ચોક્કસ આપો. લકી કલર- વાદળી લકી નંબર- 9
    Click here to Read More
    Previous Article
    ભારતે પહેલીવાર 400 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો:કેપ્ટન ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી, નોટઆઉટ 223 રન ફટકાર્યા, રોહિતની 35મી સદી; WI સામે સિરીઝ જીતી
    Next Article
    1 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:ધન અને કુંભ રાશિના અટકેલા કામોમાં વળાંક આવશે, મેષ અને કન્યા જાતકો ઉતાવળમાં નિર્ણય ન લે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment