Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમલગ્ન બાદ મનમેળ ન થતાં પતિએ પત્નીની હત્યા કરી:વાપીના છરવાડાની ઘટના; ડુંગરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી

    1 week ago

    પ્રેમલગ્ન કરનાર એક દંપતી વચ્ચે મનમેળ ન થતાં વાપીના છરવાડામાં પતિએ પત્નીની હત્યા કરી છે. ડુંગરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ભાવનગરના એક યુવક અને વાપીના છરવાડા વિસ્તારમાં રહેતી મહિલાએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્ન બાદ બંને વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડા થતા હતા અને મનમેળ બેસતો ન હતો. આ તકરાર એટલી વધી ગઈ કે આવેશમાં આવીને પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી. ઘટનાની જાણ થતાં જ ડુંગરા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો અને ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ડુંગરા પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોઈને CM ઉભા રહી ગયા:આસપાસના વિસ્તારની સ્થિતિની જાતે ચકાસણી કરી કાયમી સફાઈની સૂચના આપી, અધિકારીઓ દોડતા થઈ ગયા
    Next Article
    flydubai Flight Dropped 14,300 Feet In 37 Seconds, Nearly Went Supersonic, Data Shows

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment