Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમ મોદી અને ટ્રમ્પની ફોન પર વાતચીત:સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ આગળ વધારવા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ; શાંતિ તથા સુરક્ષાના પ્રયાસો પર સહમતિ

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ઊર્જા, મહત્વપૂર્ણ ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સહયોગની સમીક્ષા કરી. બંનેએ ભારત-અમેરિકાની કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને આગળ વધારવા માટે સતત સંપર્ક જાળવી રાખવા પર સહમતિ વ્યક્ત કરી. મોદી અને ટ્રમ્પે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને નેતાઓએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને આગળ વધારવાના પ્રયાસો અંગે પોતાના વિચારોનું આદાનપ્રદાન કર્યું. આ વર્ષે બંને નેતાઓ વચ્ચે ફોન પર ચોથી વખત વાતચીત PM મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે થયેલી વાતચીત બંને વચ્ચે આ વર્ષની ચોથી વાતચીત છે. આ પહેલાં- 2 ફેબ્રુઆરી 2026 આ વર્ષે ફોન પર થયેલી આ પહેલી વાતચીત હતી. તે સમયે ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં થયેલી પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ PM મોદીએ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પરનો ટેરિફ ઘટાડીને 18% કરવા બદલ આભાર માન્યો હતો. 24 માર્ચ 2026 ટ્રમ્પે મોદીને ફોન કર્યો હતો. ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. સાથે જ તણાવ ઘટાડવા અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું તથા સુરક્ષિત રાખવા અંગે ચર્ચા થઈ હતી. 14 એપ્રિલ 2026 એપ્રિલમાં પણ ટ્રમ્પે મોદીને ફોન કર્યો હતો. બંને વચ્ચે લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ હતી. પશ્ચિમ એશિયા, હોર્મુઝ અને ભારત-અમેરિકા વચ્ચેના સહયોગની સમીક્ષા કરવામાં આવી હતી. 2026માં બંને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી આ ત્રીજી વાતચીત હતી. સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    उत्तराखंड पर मंडराती एक और आफत! कोसी नदी से छेड़छाड़ पर भूवैज्ञानिक की चेतावनी
    Next Article
    ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરને સાધન સહાય અપાઈ:કન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ કંપનીએ CCTV કેમેરા, કમ્પ્યુટર સહિતની વસ્તુઓ આપી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment