Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓછા વરસાદ વચ્ચે ખેડૂતોને આવક જાળવવા 'આત્મા' પ્રોજેક્ટનું માર્ગદર્શન:મહીસાગરના ફાચર ગામે કઠોળ, તેલીબિયાં અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ શીખવાઈ

    6 hours ago

    મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાના ફાચર ગામે 'આત્મા' પ્રોજેક્ટ દ્વારા ખેડૂત ગોષ્ઠી યોજાઈ. ઓછા વરસાદની સ્થિતિમાં ખેડૂતો પોતાની ખેતી અને આવક જાળવી શકે તે માટે માર્ગદર્શન આપવાનો ઉદ્દેશ્ય હતો. મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો. જિલ્લા મદદનીશ ખેતી નિયામકે કઠોળ અને તેલીબિયાં પાકોની આધુનિક ખેતી પદ્ધતિઓ તેમજ સરકારી યોજનાઓ સમજાવી. સારથી સંસ્થાના અધિકારીએ ખેતરના શેઢા-પાળા અને પડતર જમીનનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરિત કર્યા. ઓછા પાણીમાં ઉછરી શકે તેવા ફળાવ વૃક્ષો વાવી પૂરક આવક ઊભી કરવા અંગે પણ માર્ગદર્શન અપાયું. આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક ખેતી બોર્ડના અધિકારીઓએ વરસાદની ખેંચ વચ્ચે હલકા ધાન્ય પાકો (મિલેટ્સ)ના ફાયદા સમજાવ્યા. તાલુકા સંયોજકે પ્રાકૃતિક ખેતીના ફાયદા અને પદ્ધતિઓ વિશે સમજૂતી આપી. ખેડૂતોને પદ્ધતિઓ પ્રત્યક્ષ સમજાય તે માટે લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું, જેનાથી તેઓ નવી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત થયા.
    Click here to Read More
    Previous Article
    'તૈયાર રહેજો! મોંઘવારી આવી રહી છે':ભાજપ-કોંગ્રેસની લડાઈમાં તમે મરશો, પેટ્રોલ, તેલ, અનાજ માથે 4Fનું સંકટ, જાણો ઈકોનોમીની ઈનસાઈડ સ્ટોરી
    Next Article
    આહવામાં જિલ્લા કોર્ટ શરૂ કરવાની માંગ તેજ:અસીલોને 180 કિમી દૂર નવસારી જવું પડે છે, બાર એસોસિએશને રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment