Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આહવામાં જિલ્લા કોર્ટ શરૂ કરવાની માંગ તેજ:અસીલોને 180 કિમી દૂર નવસારી જવું પડે છે, બાર એસોસિએશને રજૂઆત કરી

    6 hours ago

    મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયા બાદ ડાંગ જિલ્લા મથક આહવા ખાતે જિલ્લા કક્ષાની અનેક મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ કાર્યરત છે. જોકે, જિલ્લા મથક હોવા છતાં આહવા ખાતે હજુ સુધી જિલ્લા કોર્ટ શરૂ ન થતાં અસીલો, પક્ષકારો તથા સ્થાનિક લોકોને લાંબા અંતરની અવરજવર કરવાની ફરજ પડી રહી હોવાનો મુદ્દો હવે ફરી ચર્ચામાં આવ્યો છે. આહવા બાર એસોસિએશન દ્વારા આહવા ખાતે જ જિલ્લા કોર્ટ શરૂ કરવાની મહત્વપૂર્ણ માંગ સાથે ઠરાવ કરવામાં આવ્યો છે. આહવા ખાતે જિલ્લા કક્ષાની કોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી 23 ઓગસ્ટ, 2023ના રોજ ફુલ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે, ઉદ્ઘાટનને સમય વીતી ગયો હોવા છતાં આહવા ખાતે જિલ્લા કોર્ટની નિયમિત કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે જિલ્લા કક્ષાના કેટલાક મહત્વના કેસો અને કોર્ટ સંબંધિત કામગીરી નવસારી ખાતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો બાર એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આહવાથી નવસારીનું અંતર આશરે 180 કિલોમીટર જેટલું હોવાથી ડાંગ જિલ્લાના અસીલો અને પક્ષકારોને કોર્ટની કામગીરી માટે લાંબી મુસાફરી કરવી પડે છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે વારંવાર નવસારી સુધીની અવરજવર સમય અને ખર્ચ બંનેની દૃષ્ટિએ મુશ્કેલીરૂપ બની રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે. બાર એસોસિએશનનું કહેવું છે કે, આહવા જિલ્લા મથક હોવાથી અહીં જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, પોલીસ વિભાગ સહિતની અનેક જિલ્લા કક્ષાની કચેરીઓ કાર્યરત છે. ત્યારે ન્યાય વ્યવસ્થાની દૃષ્ટિએ પણ જિલ્લા કોર્ટની સુવિધા આહવા ખાતે જ ઉપલબ્ધ થવી જરૂરી છે. આહવા બાર એસોસિએશને અસીલો અને પક્ષકારોને લાંબા અંતરની મુસાફરીમાંથી રાહત મળે તેમજ સ્થાનિક સ્તરે જ જિલ્લા કક્ષાની ન્યાયિક સુવિધા ઉપલબ્ધ બને તે માટે આહવા ખાતે જિલ્લા કોર્ટ તાત્કાલિક શરૂ કરવાની માંગણી સાથે ઠરાવ કર્યો છે. હવે આ માંગણી અંગે સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સ્થાનિક વકીલો, અસીલો અને ડાંગ જિલ્લાના લોકોની નજર છે.
    Click here to Read More
    Previous Article
    ઓછા વરસાદ વચ્ચે ખેડૂતોને આવક જાળવવા 'આત્મા' પ્રોજેક્ટનું માર્ગદર્શન:મહીસાગરના ફાચર ગામે કઠોળ, તેલીબિયાં અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ શીખવાઈ
    Next Article
    રાજેન્દ્ર ચૌહાણનું રાજકોટમાં ચિત્ર પ્રદર્શન સંપન્ન:વઢવાણ ફાઇન આર્ટ્સના પૂર્વ વિદ્યાર્થીના 'ઇકોઝ ઓફ અર્થ' વોટરકલર પેઇન્ટિંગ્સને કલારસિકોએ બિરદાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment