Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવીપૂજક વેડુ સમાજ જાગૃતિ અભિયાન અંતર્ગત પાટણમાં બેઠક:ડીએનટી ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સિંધવાઈ માતા મંદિર સંકુલમાં યોજાઈ; શિક્ષણ અને કુરિવાજો નાબૂદી પર ભાર

    9 hours ago

    પાટણના સિંધવાઈ માતા મંદિર સંકુલમાં દેવીપૂજક વેડુ સમાજની મહત્વની બેઠક યોજાઈ. તેનો મુખ્ય હેતુ શિક્ષણ વધારવા, કુરિવાજો, અંધશ્રદ્ધા અને વ્યસનો દૂર કરવાનો હતો. ડીએનટી ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સંસ્થાપક ભરતભાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. ભરતભાઈએ સમાજની વર્તમાન સ્થિતિ અને સામાજિક વિકાસ માટે માર્ગદર્શન આપ્યું. તેમણે શિક્ષણ અને સંગઠન દ્વારા અંધશ્રદ્ધા, કુરિવાજો તેમજ વ્યસનોમાંથી બહાર આવવા હાકલ કરી. ડીએનટી ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પાટણ જિલ્લા પ્રમુખ સુરજભાઈએ જણાવ્યું કે, સામાજિક જાગૃતિ અને શિક્ષણ દ્વારા સમાજના ઉત્થાન માટે સૌ સાથે મળીને કામ કરશે. સરકારી યોજનાઓનો લાભ લેવા પણ માર્ગદર્શન અપાયું. આ કાર્યક્રમમાં દક્ષિણ ભારત ઝોનના કન્વીનર દિલીપ ચૌધરી, અલખ આશ્રમ ભદ્રામલીના મેહુલનાથ મહારાજ, તેમજ સમાજના વિવિધ આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    હવે દિવાળી પર બિન્દાસ્ત થઈને ફટાકડા ફોડી શકાશે:સુપ્રીમ કોર્ટનો ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઇનકાર, કહ્યું- લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે
    Next Article
    મહેસાણાનો માળખાકીય વિકાસ ઝડપી બનશે:ગટર, રોડ-બ્રીજ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિત 7 મહત્વપૂર્ણ પ્રકલ્પો મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment