Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડી નગરપાલિકાએ ગુલાબ આપી વેપારીઓને સ્વચ્છતા જાળવવા વિનંતી કરી:પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને દબાણ હટાવવા પણ અપીલ, નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી થશે

    2 days ago

    પાટડી નગરપાલિકાએ નગરમાં સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા એક અનોખો પ્રયોગ કર્યો છે. અધિકારીઓ અને સભ્યોએ વેપારીઓને ગુલાબનું ફૂલ આપી સ્વચ્છતા જાળવવા અને દબાણ ન કરવા વિનંતી કરી. આ પહેલ એટલા માટે કરાઈ છે કારણ કે કેટલાક વેપારીઓ ડોર-ટુ-ડોર કચરા કલેક્શન છતાં રોડ પર કચરો નાખે છે. દુકાન બહાર સામાન મૂકી દબાણ કરે છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરે છે. ચીફ ઓફિસર જયશ્રીબેન, પ્રમુખ હિતેશભાઈ રાવલ, ઉપપ્રમુખ મંજુબેન ઠાકોર, કારોબારી ચેરમેન રઘુભાઈ સાવધારીયા સહિત નગરપાલિકાના સભ્યો અને સ્ટાફે તમામ દુકાનો પર જઈ વેપારીઓને રૂબરૂ મળી વિનંતી કરી. ચીફ ઓફિસર જયશ્રીબેને જણાવ્યું કે, જો કોઈ નિયમ ભંગ કરશે તો તેમને નોટિસ આપી કડક કાર્યવાહી કરાશે. દંડ પણ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ સરપંચે મેવાણી પર રૂ.4 લાખ લીધાનો આક્ષેપ કર્યો:વડગામના ટોકરીયા ગામમાં જીગ્નેશ મેવાણીની સભામાં ભારે હોબાળો, વીડિયો વાયરલ, ધારાસભ્ય પર ગંભીર આરોપ
    Next Article
    નવસારીના રૂમાલા ગામે આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો:બે દિવસથી ભયનો માહોલ હતો, વન વિભાગે પાંજરે પૂર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment