Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીએ નરેશ કેલાના 'ઇન્ડિયા: અ નેશન રાઇઝિંગ' પુસ્તકનું વિમોચન:પ્રત્યક્ષ અનુભવ અને ક્ષેત્રીય યોગદાન પર આધારિત રાષ્ટ્રીય વિકાસનો રોડમેપ

    13 hours ago

    અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નીતિ વિષયક નિષ્ણાત સીએ નરેશ કેલા દ્વારા તેમના પુસ્તક 'ઇન્ડિયા: અ નેશન રાઇઝિંગ: બિલ્ડિંગ ટુડે, એમ્પાવરિંગ ટુમોરો' નું વિમોચન કરવામાં આવ્યું હતું. શાસન, નાણાં અને વેપાર ક્ષેત્રે ત્રણ દાયકાના અનુભવ પર આધારિત આ પુસ્તક ભારતના આર્થિક રૂપાંતર અને ભવિષ્યના વિકાસનો સ્પષ્ટ રોડમેપ રજૂ કરે છે. પ્રત્યક્ષ અનુભવ અને ક્ષેત્રીય યોગદાન પર આધારિત રાષ્ટ્રીય વિકાસનો રોડમેપ આ પુસ્તક લેખકના ગ્રાઉન્ડ લેવલના અનુભવો પર આધારિત છે. ICAI ની નેશનલ ઈકોનોમિક એડવાઈઝરી કમિટી, રાજકોટ નાગરિક સહકારી બેંક, MSME ક્ષેત્ર, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ તેમજ ફી નિયમન સમિતિમાં આપેલી સેવાઓ દ્વારા નીતિઓ અને ગ્રાઉન્ડ લેવલની આર્થિક વાસ્તવિકતાઓ વચ્ચે સંતુલન જાળવીને આ વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. ભારતના સુવર્ણ કાળ અને આર્થિક વિકાસ અંગે નિષ્ણાતોનું મંથન કાર્યક્રમ દરમિયાન સીએ નરેશ કેલાએ જણાવ્યું કે, “ભારતના સુવર્ણ કાળનો નવો અધ્યાય એવા લોકો લખશે જેઓ દૂરંદેશી સાથે અમલીકરણ અને નીતિઓ સાથે પરિણામોને જોડશે.” આ પ્રસંગે યોજાયેલી ચર્ચામાં ગિફ્ટ સિટી (GIFT City), આંતરરાષ્ટ્રીય વેપાર કરારો અને દેશના વિકાસમાં MSME તથા સ્થાનિક વેપારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ વિચારો રજૂ કરાયા હતા. ફ્રેન્કફર્ટ બુક ફેર ૨૦૨૬ ખાતે પુસ્તકનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરાશે અમદાવાદમાં સફળ વિમોચન બાદ હવે આ પુસ્તક 'ફ્રેન્કફર્ટ બુક ફેર 2026' (Frankfurter Buchmesse 2026) ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત થશે. 7 થી 11 ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન મેસે ફ્રેન્કફર્ટ ખાતે સ્ટેન્ડ 4.2 D31 પર સવારે 9:00 થી સાંજે 5:0 વાગ્યા (CEST) દરમિયાન મુલાકાતીઓ માટે આ પુસ્તક પ્રદર્શનમાં રજૂ કરાશે.
    Click here to Read More
    Previous Article
    ગાડી શીખી રહેલા ચાલકે મંડપને ટક્કર મારતા 4ને ઇજા:લોકોએ ચાલકને મેથીપાક ચખાડ્યો, વેસુ મહાવીર કૉલેજ બહાર ABVP કાર્યક્રમનું સ્ટેજ ધરાશાયી
    Next Article
    Couple On Bike Harassed, Abused By Group Of Men In Bihar's Gaya

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment