Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાડી શીખી રહેલા ચાલકે મંડપને ટક્કર મારતા 4ને ઇજા:લોકોએ ચાલકને મેથીપાક ચખાડ્યો, વેસુ મહાવીર કૉલેજ બહાર ABVP કાર્યક્રમનું સ્ટેજ ધરાશાયી

    13 hours ago

    સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કૉલેજની બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કૉલેજની બહાર ભવ્ય સ્ટેજ અને મંડપ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી. બુધવારે યોજાનારી કૉલેજના કારોબારી સભ્યની જાહેરાત માટે રાત્રિના સમયે આ સ્ટેજ બાંધવામાં આવી રહ્યું હતું, ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન રોડ પર કાર ચલાવતા શીખી રહેલા એક કાર ચાલકે કાબૂ ગુમાવતા સીધો જ તૈયાર થઈ રહેલા મંડપ અને સ્ટેજને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે સમગ્ર સ્ટેજ ધરાશાયી થઈ ગયું હતું. અકસ્માત બાદની 3 તસવીર અકસ્માતમાં 3 કારીગરો અને 1 કાર્યકર્તા ઇજાગ્રસ્ત કારની ટક્કર એટલી જોરદાર હતી કે મંડપ તૈયાર કરી રહેલા ત્રણ કામદારો તેમજ સ્થળ પર હાજર એક ABVPના કાર્યકર્તાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં સ્ટેજને તો મોટું નુકસાન થયું જ હતું, સાથે સાથે કારને પણ ભારે ક્ષતિ પહોંચી હતી. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની પ્રારંભિક સારવાર હાથ ધરવામાં આવી હતી. ઉશ્કેરાયેલા લોકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકો અને કાર્યકર્તાઓએ કાર ચાલક અને તેના સાથીદારને પકડી લીધા હતા અને સ્થળ પર જ તેમને 'મેથીપાક' ચખાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર ચાલક રોડ પર કાર ચલાવતા શીખી રહ્યો હતો અને તે દરમિયાન નિયંત્રણ ગુમાવવાથી આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોતજોતામાં વાયરલ થઈ ગયો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. અલથાણ પોલીસની તપાસ શરૂ બનાવની જાણ થતાં જ અલથાણ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લોકોના ટોળામાંથી કાર ચાલકને પોતાના કબજામાં લઈને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને આગળની તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    SIR પૂર્ણ થયેલા રાજ્યોમાં ફોર્મ-6માંથી ઘોષણા પત્ર દૂર કરાયું:પૂછવામાં આવ્યું હતું- શું 2003માં માતા-પિતા મતદારો હતા, બે ચૂંટણી કમિશનરોએ વાંધો ઉઠાવ્યો હતો
    Next Article
    સીએ નરેશ કેલાના 'ઇન્ડિયા: અ નેશન રાઇઝિંગ' પુસ્તકનું વિમોચન:પ્રત્યક્ષ અનુભવ અને ક્ષેત્રીય યોગદાન પર આધારિત રાષ્ટ્રીય વિકાસનો રોડમેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment