Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:પાટનગરમાં ગાંધી જયંતીએ લોકો સ્વયંભૂ સમૂહ ભજન કર્યાં પછી સમૂહ સફાઈ કરાશે

    10 hours ago

    ગાંધીજીના વિચારોને માત્ર ભજન પૂરતા સીમિત ન રાખી સેવાકાર્ય દ્વારા જીવંત રાખવાના હેતુથી ગાંધીનગરમાં 2 ઓક્ટોબરે અનોખી રીતે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવશે. સેક્ટર-6માં શહીદ ભગતસિંહ વસાહત પાસે આવેલા પ્રકૃતિ ભાગવત કથા મેદાન, નિમિષ્યારણ્ય ખાતે સવારે 6:30થી 8:30 દરમિયાન કાર્યક્રમ યોજાશે. મહાત્મા ગાંધીજીને પ્રિય આશ્રમ ભજનાવલીનાં ભજનો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. ગાંધીનગરના પ્રણવ પંડ્યા અને મુંબઈના નુપૂર જોષી ભજન રજૂ કરશે જ્યારે ડૉ. ઉત્સવી ઓઝા સંચાલન કરશે. ‘જે પીડ પરાઈ જાણે રે...’ના માનવતાના સંદેશ સાથે યોજાતા આ કાર્યક્રમમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સફેદ વસ્ત્રો પહેરીને સ્વયંભૂ જોડાય છે. કાર્યક્રમમાં ગાંધીજી સાથે સંકળાયેલી વિવિધ સામગ્રી પણ વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે, આ ઉજવણીની વિશેષતા કાર્યક્રમના અંતે યોજાનારી સામૂહિક સફાઈ છે. ભજન દ્વારા ગાંધીવિચારોને યાદ કર્યા બાદ લોકો જાતે સફાઈમાં જોડાઈને સ્વચ્છતા અને સેવાનો સંદેશ આપશે. આમ, ભજન અને સેવાકાર્યના માધ્યમથી ગાંધીજીના વિચારોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. 19 વર્ષથી ભજન દ્વારા ગાંધીવિચારોને જીવંત રાખવાનો પ્રયાસ ગાંધી જયંતીની ઉજવણીને માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત રાખવાને બદલે મહાત્મા ગાંધીના વિચારોને લોકો સુધી પહોંચાડવાના હેતુથી છેલ્લા 19 વર્ષથી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. દર વર્ષે જાણીતા કલાકારો ભજનોની પ્રસ્તુતિ દ્વારા ગાંધીજીના જીવનમૂલ્યો અને માનવતાના સંદેશને રજૂ કરે છે. કાર્યક્રમમાં લોકોની સ્વૈચ્છિક ભાગીદારી તેની વિશેષતા છે. સફેદ વસ્ત્રોમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ સાથે આ કાર્યક્રમ ગાંધીજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવાનું માધ્યમ બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 17 ઓક્ટોબરે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ:એનિમિયા અને આંખના નિદાન માટે વિનામૂલ્યે સેવાઓ, લાભ લેવા અપીલ
    Next Article
    ગુજરાત ATSએ 5 પાકિસ્તાનીને ઝડપ્યા:લક્ષદ્વીપના દરિયામાં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન, 500 કિલોથી વધુ ડ્રગ્સ લઈ બોટમાં આવતા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment